RTO કચેરીના ધક્કા બંધ: મંગળવારથી ઓનલાઇન સેવાનો પ્રારંભ

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના વાહનચાલકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્યની આર.ટી.ઓ. કચેરીઓમાં વાહનચાલકો અને અરજદારોની સુવિધા માટે વિવિધ કામગીરી હવે ઓનલાઇન કરવામાં આવશે.…

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના વાહનચાલકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્યની આર.ટી.ઓ. કચેરીઓમાં વાહનચાલકો અને અરજદારોની સુવિધા માટે વિવિધ કામગીરી હવે ઓનલાઇન કરવામાં આવશે. 15 સપ્ટેમ્બરથી કુલ 10 સેવાઓ ઓનલાઇન અને ઓટો એપ્રુવલ મોડ પર શરૂૂ કરવામાં આવશે. આ નવી વ્યવસ્થાના કારણે અરજદારોને સામાન્ય કામગીરી માટે વારંવાર આરટીઓ કચેરીના ધક્કા ખાવામાંથી રાહત મળશે.

અત્યાર સુધી કેટલીક સેવાઓ માટે અરજદારે આરટીઓ કચેરીમાં જઈને અરજી કરવી પડતી હતી અને ત્યારબાદ સંબંધિત અધિકારી અથવા ઇન્સ્પેક્ટરની મંજૂરીની રાહ જોવી પડતી હતી. હવે આધારકાર્ડ આધારિત ઇ-કેવાયસી અને કોન્ટેક્ટલેસ પદ્ધતિથી અરજી કરવાની રહેશે. અરજદારે ઓનલાઇન અરજી સાથે નિયત ફી ભરવાની રહેશે અને જરૂૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. દસ્તાવેજોની ચકાસણી બાદ સિસ્ટમ દ્વારા ઓટોમેટિક મંજૂરી આપવામાં આવશે. જેના કારણે અરજદારોનું કામ વધુ ઝડપથી પૂર્ણ થઈ શકશે.15 સપ્ટેમ્બરથી 10 સેવા ઓનલાઇન, આરટીઓના ધક્કામાંથી મળશે મુક્તિ નવી વ્યવસ્થામાં વાહન સંબંધિત અનેક મહત્વપૂર્ણ કામગીરી ઓનલાઇન કરવામાં આવનાર છે.

તેમાં ડીલર ટ્રાન્સફર રદ કરવી, એનઓસી જારી કરવી, સ્પેશિયલ પરમિટ, માલિકી હક ટ્રાન્સફર, પરમિટ ટ્રાન્સફર, પરમિટ સરેન્ડર, સ્પેશિયલ પરમિટ, ટેમ્પરરી પરમિટ અને ડુપ્લિકેટ ફિટનેસ સર્ટિફિકેટ જેવી સેવાઓનો સમાવેશ થાય છે. આ સેવાઓ ઓનલાઇન શરૂૂ થતાં વાહનચાલકોને સામાન્ય કામ માટે આરટીઓ કચેરી સુધી જવાની જરૂૂરિયાત ઓછી થશે. અત્યાર સુધી આવી કામગીરી માટે અરજદારોને અરજી કર્યા બાદ કચેરીમાં રૂૂબરૂૂ હાજર રહેવું પડતું હતું. કેટલીક વખત અરજીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ મંજૂરી માટે રાહ જોવી પડતી હતી. નવી ઓનલાઇન વ્યવસ્થાથી આ પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનશે. ખાસ કરીને વાહનના માલિકી હકના ટ્રાન્સફર, પરમિટ સંબંધિત કામગીરી અથવા અન્ય જિલ્લા અને રાજ્યમાં વાહન ટ્રાન્સફર માટે જરૂૂરી એનઓસી જેવી કામગીરીમાં અરજદારોને મોટી રાહત મળી શકે છે. આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ આરટીઓની કામગીરીને વધુ પારદર્શક, ઝડપી અને કોન્ટેક્ટલેસ બનાવવાનો છે.

ઓનલાઇન સેવા મેળવવા માટે અરજદારે આધારકાર્ડ આધારિત E-KYCની કોન્ટેક્ટલેસ પદ્ધતિથી અરજી કરવાની રહેશે. અરજી પ્રક્રિયા દરમિયાન અરજદારે સંબંધિત સેવા માટેની નિયત ફી ઓનલાઇન ભરવાની રહેશે. ત્યારબાદ જરૂૂરી દસ્તાવેજો સિસ્ટમ પર અપલોડ કરવાના રહેશે. દસ્તાવેજો અને જરૂૂરી વિગતો યોગ્ય રીતે અપલોડ કરવામાં આવ્યા બાદ સિસ્ટમ દ્વારા ઓટોમેટિક મંજૂરી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કે સામાન્ય સેવાઓ માટે અરજદારે કચેરીમાં જઈને અધિકારીની રૂૂબરૂૂ મંજૂરી મેળવવાની જરૂૂરિયાત નહીં રહે. જોકે ઓટો એપ્રુવલ મેળવવા માટે એક મહત્વની શરત પણ રાખવામાં આવી છે. અરજદારના તમામ દસ્તાવેજોમાં નામ એકસરખું હોવું જરૂૂરી રહેશે. જો અલગ-અલગ દસ્તાવેજોમાં નામમાં ફેરફાર હશે તો ઓટોમેટિક મંજૂરીની પ્રક્રિયામાં મુશ્કેલી આવી શકે છે. તેથી ઓનલાઇન અરજી કરતા પહેલા અરજદારોએ પોતાના દસ્તાવેજોમાં રહેલી વિગતો ખાસ ચકાસવી પડશે. નવી વ્યવસ્થાથી અરજદારોનો સમય બચશે અને આરટીઓ કચેરીમાં થતી ભીડ પણ ઓછી થવાની શક્યતા છે.

નવી ઓનલાઇન સેવાઓમાં વાહનચાલકો માટે સૌથી મહત્વપૂર્ણ સુવિધાઓમાં ગઘઈ અને માલિકી હક ટ્રાન્સફરનો સમાવેશ થાય છે. અન્ય જિલ્લા અથવા રાજ્યમાં વાહન ટ્રાન્સફર કરવા માટે જરૂૂરી ગઘઈ હવે ઓનલાઇન જનરેટ થઈ શકશે. તેવી જ રીતે વાહનની ખરીદી કે વેચાણ બાદ માલિકી બદલવાની પ્રક્રિયા પણ ફેસલેસ બનાવવામાં આવશે. એટલે કે યોગ્ય દસ્તાવેજો અને વિગતો સાથે અરજી કર્યા બાદ આ પ્રક્રિયા માટે આરટીઓ કચેરીમાં રૂૂબરૂૂ જવાની જરૂૂર નહીં રહે. કોમર્શિયલ વાહન માટેની પરમિટ અન્ય વ્યક્તિના નામે ટ્રાન્સફર કરવાની કામગીરી પણ ઓનલાઇન કરવામાં આવશે. પ્રવાસન અથવા ખાસ પ્રસંગો માટે જરૂૂરી સ્પેશિયલ પરમિટ મેળવવાની પ્રક્રિયા પણ સરળ બનશે. જો ડીલર ટ્રાન્સફરની પ્રક્રિયા રદ કરવી હોય તો તેની કામગીરી પણ ઓનલાઇન થઈ શકશે. આ ઉપરાંત પરમિટ સરેન્ડર, ટેમ્પરરી પરમિટ અને ડુપ્લિકેટ ફિટનેસ સર્ટિફિકેટ જેવી સેવાઓ માટે પણ ઓનલાઇન સુવિધા ઉપલબ્ધ થવાથી વાહનચાલકોનો સમય અને મહેનત બચશે.

કેટલીક કામગીરી માટે હજુ પણ રૂબરૂ જવું પડશે
જોકે આરટીઓની તમામ કામગીરી ઓનલાઇન કરવામાં આવી નથી. કેટલીક એવી સેવાઓ છે જેમાં વાહન અથવા અરજદારની રૂૂબરૂૂ ચકાસણી જરૂૂરી હોવાથી અરજદારે આરટીઓ કચેરીમાં જવું પડશે. નવા ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો હોય, લાઇસન્સમાં અન્ય કેટેગરીનું વાહન ઉમેરવાનું હોય અથવા કોમર્શિયલ વાહનની ફિટનેસની ભૌતિક ચકાસણી કરવાની હોય ત્યારે રૂૂબરૂૂ હાજરી જરૂૂરી રહેશે. નવા વાહનના દસ્તાવેજો અને ચેસિસ નંબરની ભૌતિક ચકાસણી જેવી કામગીરી પણ ઓનલાઇન પૂર્ણ નહીં થાય. વિદેશી ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત કામગીરી માટે પણ અરજદારે રૂૂબરૂૂ જવું પડશે. એટલે કે જ્યાં શારીરિક ચકાસણી, ટેસ્ટ અથવા ભૌતિક વેરિફિકેશન જરૂૂરી છે તેવી સેવાઓમાં જૂની પ્રક્રિયા યથાવત રહેશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *