નોટિસ વગર કોઇ કર્મચારીને નોકરીમાંથી કાઢી ન શકાય

નોટીસ આપ્યાં વગર કે આડેધડ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકતી સંસ્થાઓ અને ઓફિસોને એક મોટો ફટકો આપતો ચુકાદો સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે એક કેસ…

નોટીસ આપ્યાં વગર કે આડેધડ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકતી સંસ્થાઓ અને ઓફિસોને એક મોટો ફટકો આપતો ચુકાદો સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે એક કેસ પર સુનાવણી કરતાં સ્પસ્ટ કહ્યું કે કોઈ પણ કર્મચારીને યોગ્ય કારણની નોટીસ આપ્યાં વગર નોકરીમાંથી કાઢી ન શકાય. કોઈ પણ નોટિસ વિના કર્મચારીને નોકરીમાંથી કાઢી મુકવાથી હ્યુન્ડાઈ ઓટોએવર પ્રાઈવેટ લિમિટેડ કંપનીને ભારે પડી છે.


જ્યારે મામલો કોર્ટમાં ગયો ત્યારે સુપ્રીમ કોર્ટે કર્મચારી પર 5 લાખ રૂૂપિયાનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ જે કર્મચારીએ હ્યુન્ડાઈ મોટર કંપનીને ચૂકવવાની રહેશે. હકીકતમાં, કોર્ટે સ્વીકાર્યું કે આ પ્રકારની બરતરફી કામદારોના અધિકારોનું ઉલ્લંઘન કરે છે. આવી સ્થિતિમાં, કંપનીએ કર્મચારીને દંડ તરીકે 5 લાખ રૂૂપિયા ચૂકવવા જોઈએ. હ્યુન્ડાઈ ઓટોએવર પ્રાઈવેટ લિમિટેડ કંપની હ્યુન્ડાઈ મોટરની પેટાકંપની છે. જેમની સામે કોર્ટે આ દંડ ફટકાર્યો છે.


કોર્ટના નિર્ણય બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે કોર્ટ કર્મચારીઓના અધિકારોના રક્ષણ માટે કડક પગલાં લેશે અને કોઈપણ કંપનીને કર્મચારીઓના અધિકારોનું ઉલ્લંઘન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ નિર્ણય શ્રમ કાયદા તરફ મજબૂત સંકેત છે, જે કર્મચારીઓના હિતોનું રક્ષણ કરવા માટે મહત્વપૂર્ણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *