બગસરા નગરપાલિકાના પ્રમુખ તરીકે નિરવ ગોંડલિયાની વરણી

ઉપપ્રમુખ તરીકે વિપુલ પાથર, કારોબારી ચેરમેન તરીકે ચિરાગ પરમાર બગસરા નગરપાલિકાના પ્રમુખ તરીકે નિરવ ગોંડલીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. તેઓ વોર્ડ નંબર 4 ના…

ઉપપ્રમુખ તરીકે વિપુલ પાથર, કારોબારી ચેરમેન તરીકે ચિરાગ પરમાર

બગસરા નગરપાલિકાના પ્રમુખ તરીકે નિરવ ગોંડલીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. તેઓ વોર્ડ નંબર 4 ના લોકપ્રિય અને સક્રિય યુવા આગેવાન છે, જેઓ પ્રથમ વખત જ નગરપાલિકાની ચૂંટણી લડીને વિજેતા બન્યા છે.

આ પૂર્વે તેમણે શહેર યુવા ભાજપ પ્રમુખ તરીકેની પણ મહત્વની જવાબદારી ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી. પાર્ટીનો મેન્ટેન્ટ દીપકભાઈ વઘાસિયા પાર્ટી તરફથી લઈને આવ્યા હતા. આ નવી ટીમમાં ઉપપ્રમુખ તરીકે વિપુલ પાથર અને કારોબારી ચેરમેન તરીકે ચિરાગ પરમારની વરણી કરાઈ છે. આ સાથે શાસકપક્ષના નેતા તરીકે કરણભાઇ વાળા અને દંડક તરીકે સોનલબેન ઢોલરીયાને જવાબદારી સોંપવામાં આવી છે.

ભાજપ મોવડીમંડળ દ્વારા નવનિયુક્ત તમામ હોદ્દેદારોને શહેરના વિકાસ કાર્યોને વેગ આપવા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ નવી અને યુવા ટીમ બગસરા શહેરના પ્રગતિશીલ કાર્યોને આગળ ધપાવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. આતકે ભાજપ દ્વારા સથવારા સમાજના સભ્યો ને કોઈ હોદ્દો ન મળતા તેઓએ કચવાટ જોવા મળ્યો હતો અને સતવારા સમાજમાં હોદ્દેદારોમાં નારાજગી જોવા મળી હતી સતવારા સમાજના પાંચ સભ્યો ચૂંટાઈને બગસરા નગરપાલિકામાં આવ્યા છે હાલ કોઈ હોદ્દો ન મળતા ચૂંટાયેલા સભ્યો તથા સમાજના હોદ્દેદારોમાં નારાજગીનો માહોલ જોવા મળ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *