નેહા સાંગવાન સહિત નવ કુસ્તીબાજોને વિઝા ન મળ્યા

અમેરિકાના લાસ વેગાસમાં 12 થી 18 ઓક્ટોબર દરમિયાન યોજાનારી U23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય કુસ્તીબાજો માટે ભાગ લેવો હવે ઘણો મુશ્કેલ જણાઈ રહ્યો છે. આ…

અમેરિકાના લાસ વેગાસમાં 12 થી 18 ઓક્ટોબર દરમિયાન યોજાનારી U23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય કુસ્તીબાજો માટે ભાગ લેવો હવે ઘણો મુશ્કેલ જણાઈ રહ્યો છે. આ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે ભારતીય પહેલવાનોએ યુએસ એમ્બેસીમાં વિઝા માટે અરજી કરી હતી, પરંતુ 9 પહેલવાનોના વિઝા નકારી કાઢવામાં આવ્યા છે, જેમાં વર્ષ 2024માં U17 વર્લ્ડ ચેમ્પિયન રહેલી નેહા સાંગવાનનું નામ પણ સામેલ છે. વિઝા માટે અરજી કરનારા કુસ્તીબાજોને 7 ઓક્ટોબરે નવી દિલ્હી સ્થિત યુએસ એમ્બેસીમાં વિઝા ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા હતા.

જે બાદ વિઝા નકારવાનું કારણ જણાવીને તેમના પાસપોર્ટ પરત કરી દેવાયા હતા. સમાચાર એજન્સી અનુસાર, U23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે યુએસ વિઝા અરજી કરનારા જે ભારતીય પહેલવાનોના વિઝા નકારવામાં આવ્યા છે, તેમને લઈને યુએસ એમ્બેસી તરફથી જણાવવામાં આવ્યું છે કે 20 વર્ષથી ઓછી ઉંમર અને રોજગાર ન હોવાના કારણે તેમની અરજીઓ નકારવામાં આવી છે. ભારતીય કુસ્તી મહાસંઘ (WFI) એ આ મામલે નવી દિલ્હી સ્થિત યુએસ એમ્બેસીને આ કેસો પર પુનર્વિચાર કરવા અને 8 ઓક્ટોબરે વિઝા ઇન્ટરવ્યુ માટે બોલાવાયેલા પહેલવાનોને વિઝા આપવા વિનંતી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *