કોન્ટ્રાક્ટ કિલિંગ, મનીલોન્ડરિંગ અને હત્યાના કાવતરામાં દોષિત જાહેર, 24 વર્ષ સુધીની કેદની ભલામણ, 40 વર્ષ સુધીની સજા પડી શકે, 9-મેએ ચૂકાદો
ભારતના વોન્ટેડ આતંકી, એડવોકેટ તથા યુએસમાં ખાલિસ્તાન ચળવળના અગ્રણી અને શીખફોર જસ્ટિસ (એસએફજે)ના જનરલ કાઉન્સેલ હત્યાના કાવતરા સંબંધિવા મુખ્ય ગુરપતવંત પન્નુની હત્યાના આરોપી ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાની ઝેકોસ્લોવાકિયાથી ધરપકડ કરી પ્રત્યાર્પણ સંધિ અંતર્ગત અમેરિકા લાવીને તેની સામે હત્યાના કાવતરાનો ખટલો આજે મેનહટન ફેડરલ કોર્ટમાં ચલી જતા સુનાવણી દરમિયાન હત્યાનું કાવતરુ અને આંતરરાષ્ટ્રીય હવાલા કૌભાંડ સહિતના પોતાના પરના મુખ્ય આરોપો કબૂલ કરી લેતા સનસનાટી મચી ગઇ હતી અને તેના પરની અન્ય ટ્રાયલ ટળી ગઇ હતી આ કેસમાં અદાલતે અપરાધી ગુપ્તાને 21 થી 40 વરસની જેલની સજાની ભલામણ કરી છે. જેનો આખરી ફેસલો 29મેના રોજ લેવામાં આવશે. કેસમાં અમેરિકી સરકાર વતીના એડવોકેટે 21 થી 24 વરસની જેલની સજાની ભલામણ કરી છે.
શીખ અલગતાવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કથિત કાવતરામાં સંડોવાયેલા ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાએ અમેરિકાની અદાલતમાં પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. શુક્રવારે મેનહટન ફેડરલ કોર્ટમાં મેજિસ્ટ્રેટ જજ સારા નેટબર્ન સમક્ષ સુનાવણી દરમિયાન 54 વર્ષીય ગુપ્તાએ ત્રણ મુખ્ય આરોપોમાં દોષિત હોવાનું સ્વીકાર્યું હતું. આ કબૂલાત સાથે જ હવે આ મામલે લાંબી કાનૂની ટ્રાયલ ચાલશે નહીં.
કયા આરોપો સ્વીકારવામાં આવ્યા? મેનહટનમાં યુએસ એટર્ની ઓફિસના અહેવાલ મુજબ, નિખિલ ગુપ્તાએ નીચે મુજબના ત્રણ ગંભીર આરોપો સ્વીકાર્યા છે: મર્ડર-ફોર-હાયર (હત્યા માટે સોપારી આપવી) તથા મર્ડર-ફોર-હાયર કરવા માટેનું કાવતરું અને મની લોન્ડરિંગનું કાવતરું સહિતના આરોપો તેણે અદાલત સમક્ષ કબૂલી લીધા છેે. આ આરોપો હેઠળ મહત્તમ 40 વર્ષની જેલની સજા થઈ શકે છે, જોકે અમેરિકી સરકારે ગુપ્તા માટે આશરે 21 થી 24 વર્ષની જેલની સજાની ભલામણ કરી છે. સમગ્ર ઘટનાક્રમ અને તપાસ નિખિલ ગુપ્તાની જૂન 2023માં ચેક રિપબ્લિકમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ જૂન 2024માં તેમને અમેરિકા પ્રત્યાર્પણ કરવામાં આવ્યા હતા. અમેરિકી પ્રોસિક્યુટર્સનો દાવો છે કે ગુપ્તા આંતરરાષ્ટ્રીય સ્તરે માદક દ્રવ્યો અને હથિયારોની હેરફેરમાં સામેલ હતા અને તેમને એક ભારતીય સરકારી કર્મચારી દ્વારા પન્નુની હત્યા માટે રિક્રૂટ કરવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન ગુપ્તાએ જે વ્યક્તિને ’ક્રિમિનલ એસોસિયેટ’ સમજીને સંપર્ક કર્યો હતો, તે હકીકતમાં અમેરિકી ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન (DEA) નો ખાનગી બાતમીદાર હતો. આ બાતમીદારે ગુપ્તાને એક ’હિટમેન’ સાથે મુલાકાત કરાવી હતી, જે વાસ્તવમાં અંડરકવર DEA ઓફિસર હતો. પન્નુની હત્યા માટે 1,00,000 ડોલરની સોપારી નક્કી કરવામાં આવી હોવાનો પણ આરોપ છે.
રસપ્રદ વાત એ છે કે, જાન્યુઆરી 2025માં એક મુલાકાત દરમિયાન નિખિલ ગુપ્તાએ દાવો કર્યો હતો કે તેઓ ક્યારેય ’એપ્રુવર’ (સરકારી સાક્ષી) બનશે નહીં અને પોતાનો ગુનો કબૂલ કરવા માટે તેમના પર દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ સહ-આરોપી અને પૂર્વ RAW ઓફિસર વિકાસ યાદવને ઓળખતા નથી. ગુપ્તાએ અમેરિકી જેલમાં અત્યંત કપરી પરિસ્થિતિમાં રહેતા હોવાની અને 20 દિવસ સુધી ’પાંજરા’ જેવી કોટડીમાં રખાયા હોવાની ફરિયાદ પણ કરી હતી.
હવે જ્યારે તેમણે વિધિવત રીતે ગુનો કબૂલી લીધો છે, ત્યારે આગામી દિવસોમાં કોર્ટ દ્વારા સત્તાવાર સજાની જાહેરાત કરવામાં આવશે. ભારત સરકાર દ્વારા પન્નુને પહેલાથી જ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ આ કેસમાં ભારતીય નાગરિકની સંડોવણીથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા જાગી છે.
ભારતીય અધિકારીના ઈશારે કાવતરું રચાયાનો આરોપ…
અમેરિકન અને કેનેડિયન નાગરિકતા ધરાવતો પન્નુ ’શીખ ફોર જસ્ટિસ’ સંગઠનનો વડો છે, જે ભારતમાં પ્રતિબંધિત છે. અમેરિકન પ્રોસિક્યુટર્સનો આરોપ છે કે નિખિલ ગુપ્તાએ એક ભારતીય સરકારી અધિકારીના નિર્દેશ પર આ યોજના બનાવી હતી અને હત્યા માટે અમેરિકામાં એક વ્યક્તિને 15,000 ડોલર રોકડ પણ આપ્યા હતા. જોકે, ભારત સરકારે આ કેસમાં કોઈપણ પ્રકારની સંડોવણીનો ઈનકાર કર્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે આવી પ્રવૃત્તિઓ સરકારી નીતિની વિરુદ્ધ છે.
