લખનઉના વિચિત્ર બનાવમાં કુરિયર એજન્ટની અટકાયત
લખનૌના ચૌધરી ચરણસિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મંગળવારે સવારે કાર્ગો ચેકિંગ દરમિયાન નવજાત શિશુનો મૃતદેહ મળ્યો છે. આ ચોંકાવનારી ઘટના ત્યારે બની જ્યારે કાર્ગો ચેક કરી રહેલા સ્ટાફે બોક્સની અંદર પેક કરેલ નવજાતનું પેક કરેલું ડેડબોડી જોયું. જે એક કૂરિયરના માધ્યમથી પાર્સલ મોકલવા આવ્યો હતો. ગ્રાઉન્ડ સ્ટાફે તરત જ સીઆઈએસએફને આ અંગે જાણ કરી.
કહેવામાં આવી રહ્યું છે કે નવજાત એક મહિનાનું હતું. માહિતી મળતાં જ સીઆઈએસએફના જવાનોએ તરત જ પાર્સલ લાવનાર વ્યક્તિની અટકાયત કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન આરોપીએ દાવો કર્યો હતો કે, તે તેના પાર્સલમાં ભ્રૂણ હોવા અંગે અજાણ હોવાનું રટણ કરતો હતો. આ અંગે તે કોઈ સ્પષ્ટતા આપી શક્યો નથી.
એરપોર્ટ પોલીસ સ્ટેશનના પ્રભારીએ જણાવ્યું કે લખનૌ એરપોર્ટના કાર્ગો વિસ્તારમાં નવજાતનો મૃતદેહ મળ્યો છે, કુરિયર મોકલનાર વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રારંભિક તપાસમાં પોલીસને જાણવા મળ્યા મુજબ, મૃતદેહને તબીબી તપાસ માટે મુંબઈ મોકલવાનો હતો, પરંતુ કુરિયર એજન્ટ શિપમેન્ટ માટે કોઈ સંબંધિત દસ્તાવેજો ઉપલબ્ધ કરાવી ના શક્યો.
મળતી માહિતી મુજબ, આરોપી કથિત રીતે લખનઉથી મુંબઈ મોકલવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેનો વીડિયો પણ સામે આવ્યો છે જે ખૂબ જ આશ્ચર્યજનક છે.
