સાઉથ આફ્રિકાને હરાવી ન્યૂઝીલેન્ડ T20 વર્લ્ડ કપના ફાઇનલમાં

ટી20 વર્લ્ડ કપ 2026માં ફાઈનલમાં પહોંચનારી પહેલી ટીમ ન્યૂઝીલેન્ડ બની છે. જેણે સાઉથ આફ્રિકાને સેમિફાઈનલમાં હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી છે. આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ…

ટી20 વર્લ્ડ કપ 2026માં ફાઈનલમાં પહોંચનારી પહેલી ટીમ ન્યૂઝીલેન્ડ બની છે. જેણે સાઉથ આફ્રિકાને સેમિફાઈનલમાં હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી છે. આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની પ્રથમ સેમિફાઈનલ સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. જેમાં ન્યૂઝીલેન્ડે ફિન એલને તોફાની સદીના દમ પર 9 વિકેટથી આ મેચ જીતી લીધી છે.

આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની પ્રથમ સેમિફાઈનલ બુધવારે સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડે 9 વિકેટથી મેચ જીતી અને ફાઈનલમાં પહોંચી ગઈ છે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ ગઈ. જ્યાં ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સાઉથ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડ સામે 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં ન્યૂઝીલેન્ડે 13મી ઓવરમાં ચેઝ કરી લીધો હતો.

ફિન એલને નોટઆઉટ તોફાની સદી ફટકારી હતી. સીફર્ટે પણ ફિફ્ટી ફટકારી હતી. સાઉથ આફ્રિકાની ટીમ ફરી એક વાર આઈસીસી ખિતાબની નોકઆઉટ મેચમાંથી બહાર થઈ ગઈ. આ મહાજીત સાથે ન્યૂઝીલેન્ડની ટીમ 8 માર્ચના રોજ અમદાવાદમાં થનારી ફાઈનલ માટે ક્વાલિફાઈ કર્યું છે. તેમની મેચ ગુરુવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી બીજી સેમિફાઈનલની વિજેતા ટીમ સાથે થશે.

170 રનના જવાબમાં રમવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની શરૂૂઆત ખૂબ જ દમદાર રહી હતી. ટિમ સીફર્ટ અને ફિન એલને દમદાર શરૂૂઆત અપાવી અને પહેલી વિકેટ માટે 117 રનની ભાગીદારી કરી. પહેલી વિકેટ 10મી ઓવરમાં પડી. પણ ત્યાં સુધીમાં ન્યૂઝીલેન્ડે મેચ પોતાના કબજામાં કરી લીધી હતી. ત્યાર પછી રચિન રવિન્દ્રે ઇનિંગ્સ સંભાળી અને તેણે એલનનો ખૂબ જ સારો સાથ આપ્યો. ન્યૂઝીલેન્ડે સાઉથ આફ્રિકાનો આ ટોટલ 13મી ઓવરમાં જ ચેઝ કરી લીધો. ફિન એલને નોટઆઉટ 33 બોલમાં સદી ફટકારી દીધી. પોતાની ઇનિંગ્સમાં તેણે 10 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા.

પહેલા બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની શરૂૂઆત સારી નહોતી રહી. બીજી જ ઓવરમાં ડિકોકની વિકેટ પડી ગઈ, ત્યારે સાઉથ આફ્રિકાનો સ્કોર ખાલી 12 રન હતો. ત્યાર બાદ રિકલ્ટન ખાતું ખોલાવ્યા વિના ગોલ્ડન ડક પર આઉટ થયો. ત્યાર બાદ સાઉથ આફ્રિકાના બેટ્સમેનોની વિકેટો પડતી રહી, છેલ્લી ઓવરમાં માર્કો જાનસેને ફિફ્ટી લગાવી, જેના દમ પર સાઉથ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડ સામે 169 રન બનાવી નાખ્યા. ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરી, રચિન રવિન્દ્ર અને કોલને 2-2 વિકેટ મળી હતી.

ફિન એલને T20 વર્લ્ડ કપમાં ફટકારી સૌથી ઝડપી સદી
ન્યૂઝીલેન્ડના સ્ટાર બેટ્સમેન ફિન એલને ગઇકાલે દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી. ફિન એલન ન્યૂઝીલેન્ડ માટે ટી20 વર્લ્ડ કપમાં સદી ફટકારનાર સૌથી ઝડપી બેટ્સમેન બન્યો હતો. તેણે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે 33 બોલમાં સદી ફટકારી હતી. સાઉથ આફ્રિકાને પછાડીને ન્યુઝીલેન્ડ ફાઈનલમાં, ફિન એલનની 33 બોલમાં સદીથી હફિન એલને ટી20 વર્લ્ડ કપમાં ફટકારી સૌથી ઝડપી સદી ફટકારી હતી. ફિન એલને બુધવારે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે 33 બોલમાં સદી ફટકારી હતી, જે ટી20 વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી ઝડપી સદી છે. તેણે ક્રિસ ગેઇલનો 10 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. ક્રિસ ગેઇલે 2016ના ટી20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે 47 બોલમાં સદી ફટકારી હતી. ક્રિસ ગેઇલ પણ આ યાદીમાં ત્રીજા ક્રમે છે. ગેઇલે 2007માં દક્ષિણ આફ્રિકા સામે 50 બોલમાં સદી ફટકારી હતી. બ્રેન્ડન મેક્કુલમે 2012ના ટી20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે 51 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી. હેરી બ્રુકે ચાલુ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે 51 બોલમાં સદી ફટકારી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *