નવાજૂનીના એંધાણ: 6-7 સપ્ટેમ્બરે દિલ્હીમાં રહેવા ભાજપ સાંસદોને આદેશ

9મીએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં વર્કશોપનું આયોજન કેન્દ્ર સરકારે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં દિલ્હીમાં કંઈ નવાજૂની કરવાની તૈયારી શરૂૂ કરી હોવાનો રિપોર્ટ સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા…

9મીએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં વર્કશોપનું આયોજન

કેન્દ્ર સરકારે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં દિલ્હીમાં કંઈ નવાજૂની કરવાની તૈયારી શરૂૂ કરી હોવાનો રિપોર્ટ સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપે પોતાના તમામ સાંસદોને 6 અને 7 સપ્ટેમ્બરે દિલ્હીમાં જ હાજર રહેવાના આદેશ આપ્યા છે. આ દરમિયાન સાંસદો સાથે પાર્ટીના સંગઠનાત્મક મુદ્દાઓ અને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી પર ચર્ચા થવાની સંભાવના છે.

9મી સપ્ટેમ્બર ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પણ યોજાવાની છે અને આ ચૂંટણીમાં સાંસદો મતદાન કરવાના છે, ત્યારે તે પહેલા તમામ પક્ષો પોતાના સાંસદો માટે વ્હિપ જાહેર કરે છે. એવી પણ ચર્ચા છે કે, ભાજપની આગેવાની હેઠળનું એનડીએ ગઠબંધન આજે સાંજ સુધીમાં ઉમેદવારના નામની જાહેરાત કરી શકે છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, દિલ્હીમાં ભાજપ સાંસદો માટે બે દિવસના વર્કશોપનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પાર્ટીના સૂત્રોનનું કહેવું છે કે, બે દિવસ યોજાનારા કાર્યક્રમો અને બેઠકોમાં સાંસદોને ફરજિયાત ઉપસ્થિત રહેવા ભારપૂર્વક કહેવાયું છે. આ બે દિવસના વર્કશોપમાં પાર્ટી સંબંધી અનેક કાર્યક્રમો યોજાશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સાંસદોને સંબોધિત કરે તેવી સંભાવના છે. 9 સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની હોવાથી ગઉઅ અને ઈં.ગ.ઉ.ઈં.અ. ગઠબંધને તમામ તૈયારીઓ શરૂૂ કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *