વિવિધ ટ્રેનોનાં આગમન-પ્રસ્થાનના સમયમાં ફેરફાર: 108 ટ્રેનોનો સમય પ્રિયોન કરાયો
પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી વિવિધ ટ્રેનોના આગમન અથવા પ્રસ્થાન ના સમયમાં તારીખ 01.01.2026 થી ફેરફાર કરવામાં આવી રહ્યો છે.
આ વખતે રાજકોટ ડિવિઝનના વિવિધ સ્ટેશનો પર 108 ટ્રેનોનો સમય પ્રિપોન (Preponed) કરવામાં આવ્યો છે, જેમાં ટ્રેનો તેના અગાઉના સમય કરતા 1 મિનિટ થી લઈને 42 મિનિટ સુધી વહેલી આવશે. તેવી જ રીતે 17 ટ્રેનોનો સમય પોસ્ટપોન (ઙજ્ઞતિાંજ્ઞક્ષયમ) કરવામાં આવ્યો છે, જેમાં ટ્રેનો તેના અગાઉના સમય કરતા 2 મિનિટ થી લઈને 20 મિનિટ મોડી આવશે. રાજકોટ ડિવિઝનના ઓખા, દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, ભક્તિનગર, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર સહિત અન્ય સ્ટેશનોના સમયમાં ફેરફાર થશે, જેમાં આ ટ્રેનો તેના વર્તમાન નિર્ધારિત સમય કરતા વહેલી અથવા મોડી પહોંચશે.
રેલવે દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવે છે કે કૃપા કરીને નવા ટાઇમ ટેબલ મુજબ મુસાફરી કરતી વખતે રેલવે પૂછપરછ 139, અથવા વેબસાઇટ www. wr.indian railways.gov.in પર વિગતો ચકાસી લેવી.


