રાજકોટના કાલાવડ રોડ પર આકાર લેશે નવી સબ-રજિસ્ટ્રાર કચેરી

સયાજી હોટલ પાસે 2000 ચોરસ વાર જમીનમાં બનશે ઝોન-3, 4 અને 5ની સંયુક્ત કચેરી; આગામી એક વર્ષમાં કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્ય શહેરના પશ્ચિમ વિસ્તારના રજિસ્ટ્રેશનના…

સયાજી હોટલ પાસે 2000 ચોરસ વાર જમીનમાં બનશે ઝોન-3, 4 અને 5ની સંયુક્ત કચેરી; આગામી એક વર્ષમાં કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્ય

શહેરના પશ્ચિમ વિસ્તારના રજિસ્ટ્રેશનના કામકાજ માટે નાગરિકોને મોટી રાહત મળવા જઈ રહી છે. રાજકોટના કાલાવડ રોડ પર સયાજી હોટલ નજીક ઝોન-3, 4 અને 5ની નવી સબ-રજિસ્ટ્રાર કચેરી બનાવવા માટેની વહીવટી પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારની મંજૂરી બાદ હવે ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી હોવાથી ટૂંક સમયમાં જ બાંધકામ શરૂૂ કરવામાં આવશે.

રાજકોટ કલેક્ટર વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર કાલાવડ રોડ પર સયાજી હોટલની સામે આવેલી અંદાજે 2000 ચોરસ વાર સરકારી જમીન પર આ ભવ્ય કચેરીનું નિર્માણ થશે. આ એક જ બિલ્ડિંગમાં ઝોન-3, ઝોન-4 અને ઝોન-5 એમ ત્રણેય ઝોનની કામગીરી એકસાથે ચાલશે, જેથી અરજદારોને અલગ-અલગ જગ્યાએ ધક્કા ખાવા નહીં પડે. તંત્ર દ્વારા આ પ્રોજેક્ટ માટેની સમયમર્યાદા નક્કી કરી દેવામાં આવી છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતા હવે એજન્સી દ્વારા ગ્રાઉન્ડ લેવલ પર કામ શરૂૂ કરવામાં આવશે.”રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મળ્યા બાદ તમામ પ્રક્રિયા આટોપી લેવામાં આવી છે. આગામી એક વર્ષના સમયગાળામાં આ નવી કચેરી તૈયાર કરી દેવામાં આવશે, જેથી જમીન-મકાન દસ્તાવેજની કામગીરી વધુ ઝડપી બનશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *