રાજ્યની વીજમાંગમાં 27516 MWનો નવો રેકોર્ડ

દિવાળીના તહેવારો નજીક આવતાં જ રાજ્યભરમાં બજારો, મકાનો અને ઔદ્યોગિક એકમોમાં રોશની અને ઉત્પાદન પ્રક્રિયા તેજ બનતાં ગુજરાતમાં વીજ વપરાશમાં જંગી ઉછાળો નોંધાયો છે. માત્ર…

દિવાળીના તહેવારો નજીક આવતાં જ રાજ્યભરમાં બજારો, મકાનો અને ઔદ્યોગિક એકમોમાં રોશની અને ઉત્પાદન પ્રક્રિયા તેજ બનતાં ગુજરાતમાં વીજ વપરાશમાં જંગી ઉછાળો નોંધાયો છે. માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં જ રાજ્યની વીજ ડિમાન્ડમાં 1,400મેગાવોટનો તોતિંગ વધારો થયો છે, જેના પરિણામે રાજ્યની કુલ વીજ માંગ 27,516 મેગાવોટના રેકોર્ડ સ્તરને પાર કરી ગઈ છે. તહેવારોની રોશની ઉપરાંત ખેતી ક્ષેત્રે રવિ સીઝનની પૂર્વતૈયારીઓ અને ઔદ્યોગિક એકમોમાં વધેલા પ્રોડક્શનના કારણે પાવર ક્ધઝમ્પશન ઝડપથી વધ્યું છે.

કૃષિ ક્ષેત્રમાં માંગ સર્વોચ્ચ સ્તરે: રાજ્યમાં ચોમાસાની વિદાય બાદ રવિ પાકના વાવેતર માટે જમીન તૈયાર કરવા તેમજ પિયત માટે પાણીની જરૂૂરિયાત વધતાં કૃષિ ક્ષેત્રની વીજ માંગમાં મોટો ઉછાળો નોંધાયો છે. સામાન્ય દિવસોની સરખામણીએ કૃષિ ફીડરો પર વીજ વપરાશ 12 ટકાથી વધીને સીઝનલ પિકમાં 72 ટકા જેટલો ઊંચો નોંધાયો છે.ઔદ્યોગિક વપરાશમાં તેજી: દિવાળી અગાઉ ઓર્ડર્સ પૂરા કરવા માટે ટેક્સટાઇલ, કેમિકલ, સિરામિક અને એન્જિનિયરિંગ એકમોમાં શિફ્ટ વધારીને કામ થઈ રહ્યું હોવાથી ઔદ્યોગિક પાવર ડિમાન્ડમાં પણ મોટો વધારો જોવા મળ્યો છે.ઘરેલું અને વ્યાપારી રોશની: મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના વિસ્તારોમાં કોમર્શિયલ મોલ્સ, શોપિંગ સેન્ટર્સ અને રહેણાંક મકાનોમાં ડેકોરેટિવ લાઇટિંગના કારણે ઘરેલું વપરાશ પણ ટોચ પર પહોંચ્યો છે.

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) અને રાજ્યની વીજ વિતરણ કંપનીઓ (ડિસ્કોમ્સ) દ્વારા સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.અચાનક વધેલી માંગને પહોંચી વળવા માટે થર્મલ, ગેસ અને રિન્યુએબલ એનર્જી (સોલાર અને વિન્ડ) સ્ત્રોતોમાંથી મહત્તમ ઉત્પાદન મેળવવામાં આવી રહ્યું છે.ગ્રીડની સ્થિરતા જળવાઈ રહે અને તહેવારોના દિવસોમાં ક્યાંય અણધાર્યો પાવર કટ ન સર્જાય તે માટે ટેકનિકલ ટીમોને રાઉન્ડ-ધ-ક્લોક તૈનાત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *