રાજકોટ શહેરમાં આવતીકાલે, રવિવારના રોજ પ્રાથમિક શાળાના આચાર્ય બનવા માટેની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા માટે શહેરમાં અલગ-અલગ 32 પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યાં છે, જ્યાં સૌરાષ્ટ્ર-કચ્છના કુલ 6,218 ઉમેદવારો પરીક્ષા આપશે.
પરીક્ષાનો સમય બપોરે 12થી 2:15 વાગ્યા સુધીનો રહેશે. પરીક્ષા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે યોજાય તે માટે તમામ પરીક્ષા કેન્દ્રો પર ઓબ્ઝર્વેશનની વ્યવસ્થા કરવામાં આવશે. પરીક્ષા દરમિયાન જરૂૂરી વ્યવસ્થાઓ જળવાઈ રહે અને સમગ્ર પ્રક્રિયા નિયમોનુસાર પૂર્ણ થાય તે માટે સંબંધિત તંત્ર દ્વારા દેખરેખ રાખવામાં આવશે.
