શાળા નં.11નું જર્જરિત બિલ્ડિંગ તોડી રૂા.4.40 કરોડના ખર્ચે તૈયાર થશે ન્યૂ ગાંધી સ્કૂલનું અદ્યતન બિલ્ડિંગ
મહાનગરપાલિકા સંચાલિત શાળાઓ છેલ્લા ઘણા સમયથી ઉત્કૃષ્ટ દેખાવ કરી રહી છે અને વિદ્યાર્થીઓના એડમીશનોમાં પણ વધારો થતાં કોર્પોરેશન જૂની શાળાઓ કે જર્જરીત હાલતમાં હોય તેને તોડી પાડી આધુનિક નવી શાળાના બિલ્ડીંગ બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં અવાી છે જે અંતર્ગત રાષ્ટ્રીય શાળાની સામે મહાનગરપાલિકા રૂા. 4.38 કરોડના ખર્ચે ન્યુ મહાત્માગાંધી પ્રાયમરી સ્કૂલબનાવશે જેના માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
મહાનગરપાલિકાના બાંધકામ વિભાગ માથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ યાજ્ઞિક રોડ ઉપર આવેલ રાષ્ટ્રીય શાળાની સામે આવેલ મહાત્માગાંધી પ્રાયમરી સ્કૂલનું જર્જરીત બાંધકામ દૂર કરી તેના સ્થાને નવી પ્રાયમરી સ્કૂલનું બિલ્ડીંગ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલ મનપા સંચાલિત 89થી વધુ શાળાઓ કાર્યરત છે. આ તમામ શાળાઓમાં ઉચ્ચશિક્ષણ અપાતું હોય દિવસેને દિવસે શાળાઓમાં વિદ્યાર્થીઓના એડમીશનમાં વધારો નોંધાયો છે. જેની સામે પ્રાઈવેટ સ્કૂલોની ઉંચી ફીના કારણે વાલીઓ પોતાના બાળકોને મનપા સંચાલિત સ્કૂલોમાં એડમીશન લેવા માટે પ્રેરાઈ રહ્યા છે.
તેવી જ રીતે સ્કૂલોનું પરિણામ પણ દર વર્ષે ઓછુ આવતું હોય તમામ શાળાઓમાં શિક્ષણ પદ્ધતિ વ્યવસ્થિત ચાલતી હોવાથી મહાનગરપાલિકા દ્વારા ભાડેથી લેવામાં આવેલ સ્કૂલોમાટેના બિલ્ડીંગો ખાલી કરી તેના સ્થાને નવી સ્કૂલો બનાવવાની દિશામાં પગલા ભર્યા છે. જ્યારે વર્ષો પહેલા તૈયાર થયેલ હોય તેવી પ્રાયમરી સ્કૂલો અને હાઈસ્કૂલોના જર્જરીત બાંધકામો દૂર કરી નવાબાંધકામ બનાવવા માટે તૈયારીઓ આરંભી છે.
જે અંતર્ગત યાજ્ઞિક રોડ ઉપર રાષ્ટ્રીય શાળાની સામે આવેલ 11 નંબર પ્રાયમરી સ્કૂલનું બાંધકામ જર્જરીત થઈ ગયેલ હોય તેના સ્થાને નવું બિલ્ડીંગ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
રાષ્ટ્રીય શાળાની સામે આવેલ શાળા નં. 11નું જર્જરીત બિલ્ડીંગ થઈ ગયેલ હોય તેમજ આ સ્થળ ઉપર પ્રાઈમરી સ્કૂલનું વધુ બાંધકામ થઈ શકે તેવો અભિપ્રાય ઈજનેરો દ્વારા આપવામાં આવતા આ સ્થળે અદ્યતન સ્કૂલ બનાવવાનો નિર્ણય બનાવવામાં આવ્યો છે. અને મહાત્માગાંધી પ્રાયમરી સ્કૂલના નામે આ સ્થળ ઉપર શાળાનું બિલ્ડીંગ તૈયાર કરવામાં આવશે. કોર્પોરેશન દદ્વારા હાલ એસ્ટીમેટ તૈયાર કરવામાં આવ્યું છે.
જે મુજબ ત્રણ મંજીલા શાળાના બાંધકામ માટે રૂા. 4.38.79.753નો ખર્ચ કરવામાં આવશે. પ્રાયમરી સ્કૂલ તૈયાર થયા બાદ 1 થી 7 ધોરણમાં વર્ગોમાં પણ વધારો કરવામાં આવશે. તેવી જ રીતે પ્રાઈવેટ શાળાઓમાં મળતી તમામ પ્રકારની સુવિધાઓ નવી મહાત્માગાંધી પ્રાયમરી સ્કૂલમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલ ટેન્ડર પ્રસિદ્ધ કરેલ છે.
જેની મુદત 17/12ના રોજ પૂર્ણ થનાર હોય ત્યાર બાદ સ્ટેન્ડીંગમાં મંજુરી અને વર્ક ઓર્ડર સહિતની કામગીરી ઝડપથી પૂર્ણ કરી શાળાનું બાંધકામ શરૂ કરવામાં આવશે.
ભાડાની સ્કૂલો ખાલી કરાશે
મહાનગરપાલિકા દ્વારા હાલ અનેક શાળાઓ ભાડાના મકાનમાં ચાલી રહી છે. વર્ષો પહેલા ભાડે લીધેલ મિલ્કતોના બજારભાવ હાલમાં આસ્માને આંબી જતાં અનેક ઈમારતોના માલીકોએ પોતાની મિલ્કતના કબ્જા માટે કોર્ટનું શરણું પણ લીધું હોવાનું જાણવા મળેલ છે. છતાં મનપા દ્વારા અનેક ભાડાની ઈમારતો આજ સુધી મુળ માલીકને સોેંપવામાં આવી નથી. પરંતુ હવે પાયમરી સ્કૂલો તેમજ પ્રાથમિક શાળાઓ અને આંગણવાડી માટે ભાડેથી લેવામાં આવેલા મકાનો તેમજ મિલ્કતો તેમના માલીકને સોંપી મહાનગરપાલિકા અન્ય સ્થળે પોતાના માલીકીની ઈમારતો તૈયાર કરશે આમ હવે ટુંક સમયમાં ભાડેથી શૈક્ષણિક કાર્ય માટે લેવામાં આવેલ તમામ ભાડાની મિલ્કતો પરત સોંપવામાં આવશે. તેમ જણાવા મળેલ છે.
