કોંગ્રેસે કાનૂની કાર્યવાહી શરૂ કરતાં જ કોર્ટને ઉંધા ચશ્મા પહેરાવવા ગૂપચૂપ રૂા.75 લાખનો દંડ ભરાવી દીધો, કોર્પોરેશનમાં અધિકારીઓ-પદાધિકારીઓની મેલી રમત
રાજકોટ શહેરના નાના વેપારીઓ કે, સામાન્ય નાગરિકોના નાના નાના ગેરકાયદે બાંધકામો સામે ધોકા પછાડતા મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓ વગદારો પાસે કેવી શરણાગતિ સ્વિરખારે છે તેનો ઉત્તમ દાખલો શહેરની નામાંકીત ગોકુલ હોસ્પિટલ છે. શહેરમાં ગેરકાયદે બાંધકામો રેગ્યુલાઈઝ કરવાની અસંખ્ય ફાઈલો ફાયર એન.ઓ.સી.ના નામે અટકાવી મહાનગરપાલિકા દ્વારા ઈમ્પેકટ ફી ભરવામાં આવતી નથી ત્યારે અત્યાર સુધીનું ઐતિહાસીક ગણાતું ગોકુલ હોસ્પિટલનું ગેરકાયદેસર લટકતા બ્રીજનું બાંધકામ તુટે નહીં તે માટે ભાજપ શાસકો અને અધિકારીઓએ નીતિ નિયમો તોડી મરોડીને ઈમ્પેકટ ફીનું સેટીંગ કરી દીધું ધછે અને પાપ છુપાવવા માટે રૂા.75 લાખનો દંડ પણ ફટકાર્યો છે.
વિદ્યાનગર મેઈન રોડ ઉપર આવેલ ગોકુલ હોસ્પિટલનાં સંચાલકો ભાજપ સાથે સંકળાયેલા હોવાથી શેરી ઉપરથી બે બિલ્ડીંગોને જોડતો ગેરકાયદે બ્રિજ ખડકી નાખ્યો છે અને આ બ્રીજ બચાવવા કોર્પોરેશનના અધિકારીઓ પણ વર્ષોથી કાયદાકીય રમત રમીને લોકોની આંખોમાં ધુળ નાખી પાપના ભાગીદાર બની રહ્યાં છે. હવે આ મામલે કોંગ્રેસે કોર્ટના દરવાજા ખટખટાવતા મહાનગરપાલિકાના અધિકારીઓ એ ‘શકુની’ ચાલ ચાલી છે અને કોર્ટને પણ ગુમરાહ કરવા માટે બ્રીજ કાંડ સર્જયો તેના એક દાયકા બાદ જાન્યુઆરી 2025માં ઈમ્પેકટ ફી સાથે પેનલ્ટી મળી કુલ રૂા.75.25 લાખની વસુલાત કરી લીધી છે.
આ મામલામાં રાજકોટ શહેર કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અને જનરલ સેક્રેટરી દ્વારા કોર્પોરેશનમાં આ હોસ્પિટલ દ્વારા ભરવામાં આવેલી દંડની રકમની પહોંચ પણ જાહેર કરવામાં આવી છે. હોસ્પિટલની બે બિલ્ડિંગને જોડતા બ્રિજ સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને તેમાં એક બિલ્ડિંગ રહેણાંક હેતુ માટે હોવા છતાં પણ તેનો વાણિજ્ય ઉપયોગ થતો હોવાનું સામે આવતા દંડની વસૂલાત કરવામાં આવી છે. જોકે, બ્રિજની મંજૂરી મામલે કોંગ્રેસ સમિતિ દ્વારા કાનૂની રાહે લડત ચાલુ રાખવામાં આવનાર હોવાનું જાહેર કરાયું હતું.
રાજકોટ શહેર કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ સંજય લાખાણી અને જનરલ સેક્રેટરી કૃષ્ણદત રાવલે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકામાં જનરલ બોર્ડમાં ગોકુલ હોસ્પિટલ દ્વારા બંને બિલ્ડિંગને જોડતો બ્રિજ બનાવવા માટેનો ઠરાવ કરાયો હતો. જે ઠરાવ સામે કાર્યવાહી કરવા માટે ફરિયાદ કરવામાં આવી હતી.
જેમાં તપાસ કરાતા મેળવેલા બ્રિજ વાળા બિલ્ડિંગમાંથી એક બિલ્ડિંગ રહેણાંક હેતુનું હતું આમ છતા પણ હેતુફેર કરાવ્યા વિના આ બિલ્ડિંગનો હોસ્પિટલ માટે વાણીજ્ય હેતુથી ઉપયોગ કરવામાં આવતો હતો. આ રીતે રાજકોટ મહાગરપાલીકાનાં જનરલ બોર્ડ માંથી આપવામાં આવેલી મંજૂરીની શરતોને ગણ કરવામાં આવી ન હતી અને સત્તાના જોરે ગેરકાયદેસર રીતે હોસ્પિટલ ચલાવવામાં આવતી હતી. જેની તપાસ થતાં 14 ફેબ્રુઆરી, 2025 તથા 20 જાન્યુઆરી, 2025ના રોજ ગેરકાયદેસર બાંધકામ વાળા બિલ્ડીંગને મંજૂરી આપવા માટે ઇમ્પેક્ટના કાયદા મુજબ છખઈમાં રૂૂ.100 ફી પેટે ભર્યા હતા.
જોકે આ પહેલા તપાસ કરવામાં આવતા બ્રિજને જોડતા બંને બિલ્ડિંગમાંથી એક બિલ્ડિંગ રહેણાંક હેતુમાં હોવા છતાં તેનો હોસ્પિટલ માટે ઉપયોગ કરવામાં આવતો હોવાનું ખુલ્યું હતું. જે બ્રિજની મંજૂરીમાં આપેલી શરતોનો ભંગ થાય છે. જે બાદ લેખિત ફરિયાદ કરવામાં આવતા સત્તા વિરૂૂધ્ધ મંજૂરી આપવામાં આવી હોવાનું ખુલ્યું હતું. જેથી ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કરવા માટે ગોકુલ હોસ્પિટલ દ્વારા રૂૂ.12,23,900, રૂૂ.20,45,500, રૂૂ.27,47,739 અને રૂૂ.15,08,279 એમ કુલ રૂૂ.75,25,418 ભરવામાં આવ્યા છે. આમ છતાં પણ બ્રિજની મંજૂરી સાથે કાનૂની રાહે કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
