દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ બંગલાનું ભવિષ્ય નક્કી કર્યું છે, જે છેલ્લા કેટલાક સમયથી એક મોટો રાજકીય મુદ્દો બની ગયો હતો. શપથ પહેલા જ રેખા ગુપ્તાએ કહ્યું હતું કે ‘શીશમહેલ’ને મ્યુઝિયમમાં ફેરવવામાં આવશે. અરવિંદ કેજરીવાલ મુખ્યપ્રધાન તરીકે જે બંગલામાં રહેતા હતા તે બંગલાને ભાજપ શીશમહેલ કહે છે. આરોપ છે કે કેજરીવાલે આ બંગલાના પુન:નિર્માણ અને સજાવટ પાછળ કરોડો રૂૂપિયા ખર્ચ્યા હતા.
ભાજપે પહેલેથી જ નક્કી કરી લીધું છે કે તેમના મુખ્યમંત્રી આ બંગલામાં નહીં રહે. બુધવારે સાંજે બીજેપીના પ્રદેશ કાર્યાલયમાં ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયેલા રેખા ગુપ્તાએ એનડીટીવી સાથેની વાતચીતમાં શીશમહલને લઈને પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. એક પ્રશ્નના જવાબમાં રેખા ગુપ્તાએ કહ્યું, અમે શીશ મહેલને મ્યુઝિયમ બનાવીશું. અમે પીએમ મોદીએ કરેલા તમામ વચનો પણ પૂરા કરીશું. આ પોસ્ટ માટે મને પસંદ કરવા બદલ હું આભાર વ્યક્ત કરું છું.
રાજધાનીના 6 ફ્લેગસ્ટાફ રોડ સ્થિત આ બંગલાને લઈને ભાજપ અને આપ વચ્ચે લાંબા સમયથી લડાઈ ચાલી રહી છે. આ બંગલામાં ગેરકાયદેસર રીતે કરોડો રૂૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. તાજેતરમાં મીડિયામાં લીક થયેલા કેગના રિપોર્ટમાં પણ આવી બાબતોનો ખુલાસો થયો હતો. સીવીસીએ પણ તપાસ શરૂૂ કરી છે. આરોપ છે કે કોરોનાના સમયગાળા દરમિયાન અરવિંદ કેજરીવાલે નજીકના ઘણા બંગલાઓને પોતાના આવાસમાં મર્જ કર્યા અને કરોડો રૂૂપિયા ખર્ચ્યા. દારૂૂના કથિત કૌભાંડમાં જેલમાં બંધ કેજરીવાલે જ્યારે બહાર આવ્યા બાદ પદ પરથી રાજીનામું આપી દીધું ત્યારે તેમણે બંગલો ખાલી કરી દીધો હતો.
ચૂંટણી વખતે પણ ભાજપે પશીશમહેલથને મોટો મુદ્દો બનાવ્યો હતો. ખુદ વડાપ્રધાને પણ રેલીઓમાં તેનો ઉલ્લેખ કર્યો હતો.