મોરબીમાં નવા કોર્પોરેટરની દાદાગીરી શરૂ, મહિલાને ધમકી આપી

મોરબી મહાનગરપાલિકાની ચુંટણી પૂર્ણ થઇ છે તમામ 52 બેઠકો પર કબજો કરી ભાજપે ઇતિહાસનું પુનરાવર્તન કર્યું છે હજુ મેયર સહિતના પદાધિકારીઓની નિમણુક બાકી છે ત્યારે…

મોરબી મહાનગરપાલિકાની ચુંટણી પૂર્ણ થઇ છે તમામ 52 બેઠકો પર કબજો કરી ભાજપે ઇતિહાસનું પુનરાવર્તન કર્યું છે હજુ મેયર સહિતના પદાધિકારીઓની નિમણુક બાકી છે ત્યારે ભાજપ કોર્પોરેટર ગામમાં રહેતા યુવાનને ધમકાવતા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

મોરબીના નાની વાવડી ગામે રહેતા વિપુલભાઈ પડસુંબીયા પટેલ સમાજ વાડી, શનાળા ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા જ્યાં લગ્નપ્રસંગ સાથે રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો ત્યારે વોર્ડ નં 01 માંથી ભાજપના કોર્પોરેટર જયંતીભાઈ પડસુંબીયા પણ ત્યાં હાજર હતા અને વિપુલભાઈના પત્ની સાથે વાતચીત કરતા કહ્યું હતું કે વિપુલને માપમાં રાખજો નહિ તો અમે જોઈ લેશું તેવી ગર્ભિત ધમકી આપી હોવાના આક્ષેપો વિપુલભાઈ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જે અંગે કોર્પોરેટર જયંતીભાઈ પડસુંબીયાએ જણાવ્યું હતું કે ધમકીની કોઈ વાત નથી વિપુલભાઈ અમારા ગામના, અમારી જ્ઞાતિના જ છે અને તેમના પત્ની સાથે સ્વાભાવિક વાતચીત કરી એમાં પૂછ્યું હતું કે વિપુલને મારી સાથે શું વાંધો છે ? ધમકી આપવા જેવી કોઈ વાત જ નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *