કાકાના લગ્ન પ્રસંગમાંથી પરત જતી વેળાએ બાઈક સ્લીપ થતાં ભત્રીજાનું મોત

કાલાવડના મોટાવડા ગામ નજીક બાઈક સ્લીપ થતાં અકસત સર્જાયો હતો. જેમાં કાકાના લગ્નમાંથી પરત ફરતા ભત્રીજાનું ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હતું. જ્યારે તેની સાથે…

કાલાવડના મોટાવડા ગામ નજીક બાઈક સ્લીપ થતાં અકસત સર્જાયો હતો. જેમાં કાકાના લગ્નમાંથી પરત ફરતા ભત્રીજાનું ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હતું. જ્યારે તેની સાથે રહેલા બાઈક ચાલક શિક્ષકને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જાણવા મળતી વિગત મુજબ મુળ કાલાવડના મોટાવડા ગામનો વતની અને હાલ શિશાંગ ગામે રહેતો સુર્યદિપસિંહ કુલદિપસિંહ જાડેજા ઉ.વ. 16 નામનો સગીર આજે સવારે સાત વાગ્યાના અરસામાં તેના શિક્ષક રાજેન્દ્ર સોનાગ્રા ઉ.વ. 35 સાથે બાઈક પરબેસી કાલાવડ જતો હતો ત્યારે મોટાવડા ગામ નજીક પહોંચતા બાઈક સ્લીપ થતાં અક્સ્માત સર્જાયો હતો. જેમાં બન્નેને ઈજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ ગંભીર રીતે ઘવાયેલા સુર્યદીપસિંહને સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. જ્યારે તેના શિક્ષક રાજેન્દ્રભાઈની સારવાર શરૂ કરવામાં આવી છે.

આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કાલાવડ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક સુર્યદીપસિંહ બે ભાઈમાં મોટો અને કાલાવડ ઈંગ્લીસમીડિયમ સ્કૂલમાં ધો. 9માં અભ્યાસ કરતો હતો. ગઈકાલે તેના કાકાના લગ્ન હોવાથી ગઈ કાલે તે શિશાંગ ગામે કાકાના લગ્ન પ્રસંગમાં ગયો હતો જ્યાથી આજે સવારે પરત સ્કૂલે જવા માટે તેના શિક્ષક રાજેન્દ્ર સોનાગ્રા સાથે બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે મોટાવડા ગામ નજીક બાઈક સ્લીપ થતાં કાળ ભેટ્યો હતો. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *