વાવડીમાં યુવાને માનસિક બીમારીથી કંટાળી એસિડ પી કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરમાં જુના માર્કેટ યાર્ડ પાછળ આવેલા સાગરનગર મફતીયાપરામાં રેહતા યુવાનને માસી સાથે રકઝક થતા ફિનાઇલ પી લીધુ હતુ. યુવકની તબીયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જુના માર્કેટ યાર્ડ પાછળ આવેલા સાગરનગર મફતીયાપરામાં રેહતા મિતેષ કિશોરભાઇ પરમાર નામના 19વર્ષના યુવકને માસી સેજલબેન સાથે નજીવા પ્રશ્ર્ને બોલાચાલી થતા તેને માઠુ લાગી આવ્યુ હતુ. આવેશમાં આવેલા યુવકે ફિનાઇલ પી લીધુ હતુ.
યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પ્રાથમિક પુછપરછમાં મીતેષ પરમારના માતા પિતા હયાત નથી નાનપણથી જ માસી સેજલબેન સાથે રહે છે. માસી ભત્રિજા વચ્ચે રકઝક થયા બાદ ફિનાઇલ પી લીધુ હોવાનુ જાણવા મળ્યુ છે.બીજા બનાવમાં વાવડી ગામે આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા દિનેશ અમરાભાઇ જાદવ (ઉ.વ.42)એ માનસિક બીમારીથી કંટાળી રાત્રીના સમયે એસિડ પી લીધુ હતુ. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ઉપરોક બંન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.