ગોંડલના ખાંડાધાર ગામે મામાએ જમીન પડાવી લેતા ભાણેજનો આપઘાતનો પ્રયાસ

જમીન વિવાદમાં કોર્ટ કેસ ચાલતો હોય મામાએ દસ્તાવેજ પરત નહીં કરી ધમકી આપી ગોંડલ તાલુકાના ખાંડાધાર ગામે જમીન વિવાદ મામલે મામાએ જમીન પચાવી પડતા અને…

જમીન વિવાદમાં કોર્ટ કેસ ચાલતો હોય મામાએ દસ્તાવેજ પરત નહીં કરી ધમકી આપી

ગોંડલ તાલુકાના ખાંડાધાર ગામે જમીન વિવાદ મામલે મામાએ જમીન પચાવી પડતા અને જમીન પરત ન આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા અને અવારનવાર બીભત્સ ગાળો બોલી ત્રાસ ગુજારતા ભાણેજે આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ગોંડલ તાલુકા હેઠળના ખાંડાધાર ગામે રહેતા અરૂૂણભાઈ ગોપાલભાઈ ઘડુક (ઉ.વ. 47)એ નોંધાવેલી ફરિયાદમાં મામા અશોકભાઈ ઠુંમરનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુબજ અરૂૂણભાઈ પાસે પોતાની આશરે 25 વીઘા જમીન આવેલી છે, જેમાંથી 10 વીઘા જમીનનો કોર્ટમાં દાવો ચાલુ હોવાથી તેમણે પોતાના કુટુંબી મામા અશોકભાઈ ગોરધનભાઈ ઠુંમર (રહે. કોટડા સાંગાણી) ના નામે દસ્તાવેજ કરી આપ્યો હતો.

બાદમાં નક્કી થયા મુજબ આ જમીનનો દસ્તાવેજ પરત મેળવવાની વાતચીત કરતાં આરોપી અશોકભાઈએ દસ્તાવેજ પરત આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, આરોપીએ જમીન પોતાની હોવાનું જણાવી ફરિયાદીને ગમે તે કરી લેવાની ધમકી આપી હતી અને જાહેર રસ્તા પર બીભત્સ ગાળો બોલી આખા પરિવારને નષ્ટ કરી નાખવાની ચીમકી આપી હતી.

આ સતત માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળી ગયેલા અરૂૂણભાઈએ ગત તા. 17 નવેમ્બર 2026ના રોજ સવારના સુમારે પોતાની વાડીએ કપાસમાં છાંટવાની ઝેરી જંતુનાશક દવા પી લીધી હતી. ઘટના અંગે જાણ થતાં જ પરિવારજનો દ્વારા તાત્કાલિક 101/108 એમ્બ્યુલન્સ મારફતે તેમને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પીડિત ખેડૂતે દવા પીતા પહેલા સુસાઈડ નોટ પણ લખી હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ની કલમ 351(3) અને 296(બી) મુજબ અશોકભાઈ ગોરધનભાઈ ઠુંમર સામે ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મહાવીરભાઈ મનુભાઈ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *