લઘુશંકા કરતી વેળાએ બાથરૂમમાં પડી જતા નેપાળી યુવકનું મોત

શહેરના ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા નેપાળી યુવાનનું લઘુંશકા કરતી વેળાએ બાથરૂમમાં પડી જતા તેને માથાભાગે ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયા…

શહેરના ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા નેપાળી યુવાનનું લઘુંશકા કરતી વેળાએ બાથરૂમમાં પડી જતા તેને માથાભાગે ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયા તેનુ સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું.

ભક્તિનગર સ્ટેશન પ્લોટ શેરી નં.1/11માં રહેતો ચેતન લાલે વિશ્ર્વકર્મા (ઉ.વ.19)નામનો યુવાન ગઇકાલે મોડી રાત્રે પોતાના ઘરે બાથરૂમમાં લઘુશંકા કરવા ગયો હતો. ત્યારે અકસ્માતે પડી જતા તેને માથાના ભાગે તથા શરીરે ઇજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે, સારવાર કારગત ન નીવડતા તેનુ મોત નીપજ્યુ હતુ. પ્રાથમિક તપાસમાં મૃતક છ ભાઇ એક બહેનમા નાનો અને રેસ્ટોરન્ટમાં વેઇટર તરીકે નોકરી કરતો હતો. આ બનાવથી નેપાળી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. જયારે બીજા બનાવમાં ગંજીવાડા શેરી નં.36માં રહેતા જગદીશ શીવાભાઇ લુભાણી (ઉ.વ.33)નામના યુવાનનું બિમારી સબબ બેભાન થઇ જતા મોત નીપજ્યુ હતું મૃતક બે ભાઇ બે બહેનમાં નાનો અને અપરિણીત હતો. તેને દારૂ પીવાની કુટેવ હોવાથી કિડની ફેઇલ થઇ જતાં મોત થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *