આરોપીએ કહ્યું, મારી પોલીસમાં પહોંચ છે, તમે મને ઓળખતા નથી, તમે ગોત્યા નહીં જડો
કાલાવડ રોડ પર આંબેડકરનગરમાં રહેતા કોમલબેન દિનેશભાઈ સોલંકી(ઉ.વ.25)એ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા શોભનાબેન ડાયાભાઈ રાઠોડ,તેમના પતિ ડાયાભાઇ,દીકરો મયુર અને જમાઈ અશ્વિનભાઈ સહિતનાએ ગાળો આપી કોમલબેન અને તેમના પતિને મારમારી ઇજા કરી હતી.આ બનાવમાં રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
કોમલબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,બપોરના હું તથા પતિ દિનેશભાઈ એમ બંને ઘરે હતા અને હું મારા ઘર બહાર ડેલી પાસે ઉભી હતી તેવામાં અમારા મકાન સામે રહેતા શોભનાબેન ડાયાભાઈ રાઠોડ ગાળો બોલતા હોય જેથી મેં ગાળો આપવાની ના પાડતા તેઓ ઉશ્કેરાઈ ગયેલ અને વધુને વધુ ગાળો આપવા લાગેલ અને મારી સાથે જપાજપી કરવા લાગ્યા તેવામાં આ શોભનાબેન પાઇપ લઈને આવેલ અને મને ડાબા પગમાં પાઇપ મારી દીધેલ તેવામાં થોડીવારમાં આ શોભનાબેનના પતિ ડાયાભાઈ,તેનો દીકરો મયુર આવેલ અને તેમાં ડાયાભાઈ પાસે લાકડી હતી જે બંને એ મને જેમ તેમ બોલેલ અને ડાયાભાઈ પાસે લાકડી હતી તે વાસામાં મારી હતી.
આ મયુરભાઈ એ મને ઢીકાપાટાનો માર મારેલ તેથી હું નીચે બેસી ગયેલ અને તેવામાં મારા પતિ આવી જતા ડાયાભાઈ રાઠોડને સમજાવતા તેઓએ મારા પતિને પગમાં લાકડી મારી તેમની સાથે બોલાચાલી કરવા લાગેલ અને થોડીવાર બાદ આ ડાયાભાઈ રાઠોડનો જમાઈ અશ્વિન પણ આવેલ અને તેની પાસે છરી હતી અને તમે મને ઓળખતા નથી મારી પોલીસમાં પહોંચ છે અને તમે પોલીસને ઓળખતા નથી તમે એકેય ગોત્યા નહીં જડો તેમ મારી નાખવાની ધમકી આપી મને જાપટ મારેલ અને મારે પ્રેગનેન્સી હોય ચક્કર આવતા પડી ગયેલ અને મારી તબિયત સારી ન હોય મારા પતિએ 108 બોલાવી અને રાજકોટ જનાના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી.
