કાશ્મીરમાં ઘુસણખોરીનો નાપાક પ્રયાસ: જૈશના 7 આતંકીવાદી ઢેર

  આતંકવાદીઓ સામે ચાલી રહેલા ઓપરેશન સિંદૂર વચ્ચે, આતંકવાદીઓ દ્વારા નિયંત્રણ રેખા પાર કરીને ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, સરહદ પર તૈનાત ભારતીય સુરક્ષા…

 

આતંકવાદીઓ સામે ચાલી રહેલા ઓપરેશન સિંદૂર વચ્ચે, આતંકવાદીઓ દ્વારા નિયંત્રણ રેખા પાર કરીને ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, સરહદ પર તૈનાત ભારતીય સુરક્ષા દળોએ તેમના આયોજનોને નિષ્ફળ બનાવ્યા. 8 મેના રોજ, રાત્રે 11 વાગ્યાની આસપાસ, BSFએ જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘૂસણખોરીના એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. સાંબામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.અહેવાલો મુજબ આ આંકીઓ જૈશ એ મોહમ્મદના હતાં.

જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) નજીકના વિસ્તારોમાં પાકિસ્તાની સૈનિકો દ્વારા કરવામાં આવેલા ભારે ગોળીબારમાં એક મહિલાનું મોત થયું હતું અને તેના પરિવારના બે સભ્યો ઘાયલ થયા હતા. અધિકારીઓએ શુક્રવારે આ માહિતી આપી. તેમણે કહ્યું કે ભારતીય સેનાએ પાકિસ્તાની હુમલાનો યોગ્ય જવાબ આપ્યો છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સૈનિકોએ ગુરુવારે રાત્રે નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું અને ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાના ઉરી સેક્ટરમાં નાગરિક વિસ્તારોને નિશાન બનાવીને ભારે ગોળીબાર કર્યો હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાને ઉરીના સિલીકોટ, બોનિયાર, કમલકોટ, મોહરા અને ગિંગલ સહિત અનેક વિસ્તારોને નિશાન બનાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *