નેશનલ હેરાલ્ડ જનતાનું ધ્યાન ભટકાવવાનો મુદ્દો: કોંગ્રેસ

  એસોસિએટેડ જર્નલ લિમિટેડ – યંગ ઇન્ડિયન – નેશનલ હેરાલ્ડ મનીલોન્ડરીંગ કેસની ચાર્જશીટમાં 661 કરોડ રૂૂપિયાની સંપત્તિ જપ્ત કરવાની માંગણી કરી તપાસ દરમિયાન ઇડીએ આ…

 

એસોસિએટેડ જર્નલ લિમિટેડ – યંગ ઇન્ડિયન – નેશનલ હેરાલ્ડ મનીલોન્ડરીંગ કેસની ચાર્જશીટમાં 661 કરોડ રૂૂપિયાની સંપત્તિ જપ્ત કરવાની માંગણી કરી તપાસ દરમિયાન ઇડીએ આ સંપત્તિ ટાંચમાં લીધી છે અને ઇડીએ વિવિધ કલમો હેઠળ આરોપીઓને સજા આપવાની માંગણી કરી છે. ત્યારે કોંગ્રેસના પ્રવકતા કમાન્ડર અનુમા આચાર્યએ રાજકોટની મુલાકાત દરમિયાન પત્રકાર પરિષદ યોજી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, નેશનલ હેરાલ્ડ મુદ્દો ભાજપ દ્વારા ધ્યાન ભટકાવવાનો, ગેરમાર્ગે દોરવાનો અને તથ્યોને વિકૃત કરવાનો પ્રયાસ છે. દેશ સામેના મહત્વના મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે ભાજપ કામ કરી રહી છે. તાજેતરમાં કોંગ્રેસ પક્ષના ઐતિહાસિક ગુજરાત અધિવેશનથી ડરી સત્તા લાલચુ ભાજપ દ્વારા ફરીથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તેમના મનપસંદ ગુનાહિત રિકવરી મશીન કોંગ્રેસ પાર્ટી પર ઉતારી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ વિરૂૂદ્ધ દાખલ કરાયેલ કહેવાતી ચાર્જશીટ. સોનિયા ગાંધી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામેનું રાજકીય કાવતરું છે.

અનુમા આચાર્યએ જણાવ્યુ હતું ક રાહુલ ગાંધીથી ડરેલા વડાપ્રધાન મોદી દેશમાં એક હવા ફેલાવી લોકોનું ધ્યાન ભટકાવી રહ્યા છે. દેશમાં મંદી-મોંઘવારી-બેરોજગારીએ માજા મુકી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડના ભાવો ઘટવા છતાં લોકોને પેટ્રોલ-ડિઝલ સસ્તુ આપવમાં આવી રહ્યું નથી અને પી.એમ. ઓફિસમાં બેસતા હિરેન જોષી નામના અધિકારી મીડીયાના ડિબેટના વિષયો નક્કીે કરે છે.

પહેલીવાર એવા કેસમાં મની લોન્ડરિંગના આરોપો લગાવવામાં આવી રહ્યા છે જેમાં એક પણ પૈસા કે સંપત્તિ ટ્રાન્સફર કરવામાં આવી નથી. બેલેન્સ શીટને દેવું મુક્ત બનાવવા માટે દેવું ઇક્વિટીમાં રૂૂપાંતરિત થાય છે. આ એક સામાન્ય પ્રથા છે અને સંપૂર્ણપણે કાનૂની છે. જ્યારે પૈસા નથી તો લોન્ડરિંગ ક્યાં છે તે મોટો સવાલ છે. આ એક કાવતરું રાજકીય ષડયંત્ર છે. મોદી સરકારે ઇડીને પોતાનો ચૂંટણી વિભાગ બનાવ્યો છે અને તે બદલો લેવા માટે બેશરમપણે અને વારંવાર તેનો દુરુપયોગ કરી રહી છે. ઇડી કેસમાં દોષિત ઠેરવવાનો દર માત્ર 1% છે. અને ઇડી દ્વારા નોંધાયેલા રાજકીય કેસોમાંથી 98% શાસક પક્ષના રાજકીય હરીફો સામે છે.

ભાજપ સરકાર કોંગ્રેસને દબાવવાનો પ્રયાસ કરે છેથ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાના પરિવારો વિરુદ્ધ બનાવટી કેસોમાં આચરવામાં આવી રહેલું ષડયંત્ર સરકારી તંત્રના દુરુપયોગથી ઓછું નથી. નકલી અને ખોટા કેસો દ્વારા નેતૃત્વ અને તેમના પરિવારોને નિશાન બનાવીને ભાજપ સરકાર કોંગ્રેસ પાર્ટીને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. લોકશાહી વિરોધના વિચાર પર આ સીધો અને ખતરનાક હુમલો છે. ભાજપ બીજાને ડરાવવાનો પ્રયાસ કરે છે પરંતુ તેઓ પોતે જ ડરે છે. આ એક રાજકીય ષડયંત્ર છે અને કોંગ્રેસ પાર્ટી તેનો સામનો કરશે. સત્યનો વિજય થશે.

નેશનલ હેરાલ્ડ વિશે તેઓએ જણાવ્યું હતું કે, અંગ્રેજોને આ અખબારથી એટલો ખતરો લાગ્યો કે તેઓએ 1942ના ભારત છોડો આંદોલન દરમિયાન નેશનલ હેરાલ્ડ પર પ્રતિબંધ મૂક્યો અને આ પ્રતિબંધ 1945 સુધી ચાલ્યો. એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (અઉંક)ની સ્થાપના 1937-38 માં કરવામાં આવી હતી. AJL મૂળ રૂૂપે પબ્લિક લિમિટેડ ન્યૂઝપેપર કંપની તરીકે સ્થાપિત કરવામાં આવી હતી. તેનો હેતુ સંઘર્ષનું મુખપત્ર બનવાનો હતો, નફો કમાવાનો નહીં. AJL છ શહેરોમાં રિયલ એસ્ટેટ ધરાવે છે. દિલ્હી, પંચકુલા, મુંબઈ, લખનૌ, પટના અને ઈન્દોર, પરંતુ લખનઉ એકમાત્ર ફ્રી હોલ્ડ પ્રોપર્ટી છે.

બાકીની મિલકતો અખબારોના પ્રકાશન માટે ભાડાપટ્ટે/ ફાળવવામાં આવેલ છે. ફાળવણી સમયે, શરત હતી કે લખનૌ સિવાય આને વેચી શકાય નહીં, જે ફ્રી હોલ્ડ પ્રોપર્ટી છે. સમય જતાં, AJL એ ખોટ અને દેવું વધવાનું શરૂૂ કર્યું, જેના કારણે તેની કામગીરીને કામચલાઉ સ્થગિત કરવામાં આવી. AJL પાસે હજારો કરોડ રૂૂપિયાની સ્થાવર સંપત્તિ હોવાનો આરોપ પાયાવિહોણો છે કારણ કે સરકારે વેચાણ પર નિયંત્રણો અને પ્રતિબંધો લાદ્યા હતા. મોટા નાણાકીય નુકસાનને કારણે, AJL અને નેશનલ હેરાલ્ડ કર્મચારીઓના પગાર, ટછજ લેણાં, કર અને અન્ય જવાબદારીઓ ચૂકવી શક્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *