નગર પ્રા.શિક્ષણ સમિતિનું રૂા. 202.16 કરોડનું બજેટ મંજૂર

સ્માર્ટ ક્લાસ, સોફ્ટવેર ખરીદી, નવા વર્ગખંડો અને મુંજકા, માધાપરમાં નવી શાળાઓના ખર્ચની જોગવાઈ મહાનગરપાલિકા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની બજેટ બેઠક આજરોજ મળેલ જેમાં સને 2025-26ના…

સ્માર્ટ ક્લાસ, સોફ્ટવેર ખરીદી, નવા વર્ગખંડો અને મુંજકા, માધાપરમાં નવી શાળાઓના ખર્ચની જોગવાઈ

મહાનગરપાલિકા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની બજેટ બેઠક આજરોજ મળેલ જેમાં સને 2025-26ના બજેટની રૂપરેખાની ચર્ચા કર્યા બાદ અલગ અલગ ખર્ચની જોગવાઈ સાથેનું રૂા. 202.16 કરોડનું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું. બજેટની રજૂઆત સમયે ચેરમેન વિક્રમભાઈ પુજારા અને વાઈસચેરમેન ડો. પ્રવિણભાઈ નિમાવત સહિતનાઓએ ઉપસ્થિત રહી શહેરના લોકોને શ્રેષ્ઠ શિક્ષણ સુવિધા આપવાનું વચન આપ્યું હતું.

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટની આજરોજ બોર્ડ બેઠકમાં સને 2025-26 નું 202 કરોડ, 16 લાખનું બજેટ રજુ કરવામાં કરવામાં આવ્યુ હતુ. બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતું. બજેટ રજુ કરતા ચેરમેન વિક્રમ પુજારા અને વાઈસ ચેરમેન ડો. પ્રવિણભાઈ નિમાવત. વધુમાં જણાવેલ છે કે જરૂૂરીયાત મુજબના વિસ્તારમાં નવી શાળા નિર્માણ કરાશે અને જે શાળાઓમાં જરૂૂરીયાત હશે તે મુજબના નવા વર્ગખંડો બાંધકામ કરવામાં આવશે જેનાથી આસપાસ રહેતા લોકોને શ્રેષ્ઠ શિક્ષણ સુવિધા મળી રહેશે. તેમજ નવા વિસ્તારની મુંજકા-માઘાપરની શાળાઓ શિક્ષણ સમિતિમાં ભળતા તેમને આધુનિક ભૌતીક સુવિધાઓથી સજજ કરવી અને ઘો-8 સુધીનુ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ ઘો. 9 અને 10 ના વર્ગોની શિક્ષણ સમિતિમાં જ શરૂૂઆત કરવા અંગેની ચર્ચા-વિચારણા કરવામાં આવેલ છે.

આજરોજ રજુ કરાયેલ બજેટમાં શૈક્ષણિક સેમિનાર, રાજયકક્ષા-રાષ્ટ્રીયકક્ષાના કાર્યક્રમની ઉજવણી, ગણીત-વિજ્ઞાન પ્રદર્શન, વાર્ષિક રમોત્સવ, સાંસ્કૃત કાર્યક્રમ, વાલી સંમેલનો, શાળામાં સ્માર્ટ કલાસની સુવિધા, સોફટવેર ખરીદી, તથા ગુરુ વંદના એવોર્ડ, તેજસ્વી વિધાર્થી સન્માન, નિવૃત શિક્ષક સન્માન કાર્યક્રમો સાથે શાળા વિકાસ માટેની જોગવાઈ રાખવામાં આવેલ છે. ઘોરણ-1 થી 8 ની તમામ પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર સુવિધા સાથે તેના અપગ્રેડ, મેન્ટેનન્સ અને કોમ્પ્યુટર તાલીમાર્થીઓ મારફત શિક્ષણ, અંગ્રેજી માધ્યમની શાળાઓનાં જાળવણી ખર્ચની જોગવાઈ કરવામાં આવેલ. ઉપરાંત વર્ષ-2025 માં આવતી શાળાની જાહેર-સ્થાનિક રજા મંજુર કરવામાં આવેલ. આ દરખાસ્તો ચર્ચા વિચારણા કરી સર્વાનુમતે મંજુર કરવામા આવેલ હતી.

આજરોજ શિક્ષણ સમિતિની બજેટ મિટીંગમાં શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી વિક્રમ પુજારા, વાઈસ ચેરમેનશ્રી ડો. પ્રવિણભાઈ નિમાવત, શાસનાધિકારીશ્રી કિરીટસિંહ પરમાર, સદસ્યશ્રી સંગીતાબેન છાયા, અજયભાઈ પરમાર, જાગૃતીબેન ભાણવડીયા, મનસુખભાઈ વેકરીયા, રસીકભાઈ બદ્રકિયા, વિક્રમસિંહ જાડેજા, વિરમભાઈ સાંબડ, હિતેશભાઈ રાવલ, જયદિપભાઈ જલ, ઈશ્વરભાઈ જીતિયા, જગદીશભાઈ ભોજાણી, સુરેશભાઈ રાધવાણી, રાજેશભાઈ માંડલીયા હાજર રહી બજેટ ચર્ચામાં ભાગ લીધેલ હતો.

નવા વિસ્તારોમાં શિક્ષણની સુવિધાઓ થશે ઉપલબ્ધ
નગરપ્રાથમિક શિક્ષણ સમિતિનું સને. 2025-26નું રૂા. 202.16 કરોડનું આજે મંજુર કરવામાં આવ્યું હતું. નવા બજેટમાં અનેક નવીજોગવાઈઓ કરવામાં આવી છે. જેમાં શાળાઓમાં જરૂરિયાત મુજબના નવાવર્ગખંડો બાંધવા તેમજ મહાનગરપાલિકાની હદમાં નવા ભળેલા વિસ્તારો પૈકી મુંજકા અને માધાપરમાં શાળાઓ બનાવવા તેમજ ત્યાંની હાલની શાળાઓ શિક્ષણ સમિતિમાં ભળતા નવી સુવિધાઓ તથા ધો. 9 અને 10ના વર્ગોનું શિક્ષણ શરૂ કરવા તેમજ સ્માર્ટ ક્લાસ નવા વર્ગખંડો સોફ્ટવેરની ખરીદી અને શાળા વિકાસ માટેની અલગ અલગ તાલીમ સાથેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટેની ચર્ચા કરી તમામ ખર્ચની જોગવાઈ મંજુર કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *