ટીવી-પ્રોડ્યુસર એકતા કપૂરે ‘નાગિન 6’ પર પડદો પડી ગયા પછી લગભગ 18 મહિના બાદ નાગિન 7ની ઑફિશ્યલ જાહેરાત કરી છે. હાલમાં એકતાએ સોશ્યલ મીડિયા પર એક વિડિયો શેર કર્યો છે જેમાં નવી સીઝન માટેની શાનદાર થીમની ઝલક બતાવી છે. આ વિડિયો પછી ફેન્સ નાગિન 7ની કાસ્ટ, પ્લોટ અને રિલીઝ-ડેટ વિશે જાણવા તત્પર છે.એકતાએ ઇન્સ્ટાગ્રામ પર જે વિડિયો શેર કર્યો છે એમાં તે પોતાની ટીમ સાથે બેસીને આ શોની અપકમિંગ સીઝન પર ચર્ચા કરતી જોવા મળે છે.
આ પહેલાંની સીઝન નાગિન 6માં તેજસ્વી પ્રકાશ લીડ રોલમાં જોવા મળી હતી. એનું પ્રીમિયર 2022ની 12 ફેબ્રુઆરીએ થયું હતું. શરૂૂઆતમાં એ માત્ર 6 મહિના માટે હતી, પણ એ સીઝનની લોકપ્રિયતા બાદ એ 2023 સુધી ચાલી હતી. નાગિન ફ્રેન્ચાઇઝીએ નાગિન 1’ સાથે પોતાની સફળતાની યાત્રા શરૂૂ કરી હતી જે 2015ની 1 નવેમ્બરથી 2016ની પાંચમી જૂન સુધી ટેલિકાસ્ટ થઈ હતી. આ સીઝનમાં મૌની રોય, અર્જુન બિજલાણી અને અદા ખાન હતાં.