ડોમ્બિવલીમાં મુસ્લિમોનો આર્થિક બહિષ્કાર, દર માસે મહાઆરતી

ડોમ્બિવલી-ઈસ્ટના ખંબળપાડામાં થોડા દિવસ પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (છજજ)ની બાળકો માટે ચાલી રહેલી શાખા પર મુસ્લિમ ટીનેજરો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ…

ડોમ્બિવલી-ઈસ્ટના ખંબળપાડામાં થોડા દિવસ પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (છજજ)ની બાળકો માટે ચાલી રહેલી શાખા પર મુસ્લિમ ટીનેજરો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નહોતું, પણ એના ઉગ્ર પડઘા પડ્યા છે. રવિવારે ડોમ્બિવલીમાં છજજના કાર્યકરોએ અપ્પા દાતાર ચોકમાં એક મીટિંગ બોલાવીને મુસ્લિમોનો આર્થિક બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે એટલું જ નહીં, હવે મહિનામાં એક વાર મહાઆરતી કરવાનો નિર્ણય પણ આ મીટિંગમાં લેવામાં આવ્યો હતો.

આ સભામાં કહેવામાં આવ્યું હતું કે મુસ્લિમોની દુકાનોમાંથી કોઈ પણ જાતની ખરીદી કરવી નહીં. ભેગા થયેલા લોકોને દુકાનદારનું નામ પૂછવાનું કહેવામાં આવ્યું હતું અને જો તે નામ ન કહે તો તેની દુકાનનો ફોટો વોટ્સઍપ ગ્રુપ પર પોસ્ટ કરવાની તાકીદ કરવામાં આવી હતી. આ સિવાય તેમની રિક્ષામાં પ્રવાસ પણ નહીં કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સભામાં છજજના કાર્યકરોએ કહ્યું હતું કે હિન્દુની રિક્ષામાં બેસવું. રિક્ષા ન મળે તો ચાલતા જવું પણ તેમની રિક્ષામાં તો ન જ બેસવું. હિન્દુઓએ પોતાની જગ્યા મુસલમાનોને ભાડે પણ ન આપવી જોઈએ.ડોમ્બિવલીમાં દર મહિને મહાઆરતી કરવાની અને આ આરતીમાં મોટી સંખ્યામાં હાજર રહેવાની ઘોષણા કરવામાં આવી હતી. ગુઢી પાડવાની પહેલી આરતી આપ્પા દાતાર ચોકમાં થશે, જ્યારે એ પછીની આરતી એપ્રિલ મહિનાના ત્રીજા શનિવારે કાવેરી ચોકમાં કરવામાં આવશે.

ખંબળપાડામાં બનેલી પથ્થરમારાની ઘટના સંદર્ભે તિલકનગર પોલીસ-સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે તપાસ કરીને ચાર ટીનેજરોને ઝડપ્યા હતા. તપાસ દરમ્યાન તેમણે આ પથ્થરમારો રિઝવાન સૈયદના કહેવાથી કર્યો હોવાનું કબૂલ્યું હતું. ત્યાર બાદ રિઝવાનની પણ ધરપકડ કરવામાં આવી હતી. રિઝવાનને કલ્યાણ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો ત્યારે કોર્ટની બહાર છજજના કાર્યકરો અને મુસ્લિમ યુવાનો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. આ બાબતનો પણ કેસ કલ્યાણના મહાત્મા ફુલે પોલીસ-સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *