મોરબીના નંદી ઘરમાં 9 નંદીના ભેદી મોત

ખોરાક-પાણીની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાના આક્ષેપ મોરબી શહેરના નંદીઘરમાં 9 જેટલા નંદીના પીડાદાયક મૃત્યુની ઘટના પ્રકાશમાં આવતા અરેરાટી વ્યાપી ગઈ છે શહેર કોંગ્રેસ પ્રમુખ સ્થળ…

ખોરાક-પાણીની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાના આક્ષેપ

મોરબી શહેરના નંદીઘરમાં 9 જેટલા નંદીના પીડાદાયક મૃત્યુની ઘટના પ્રકાશમાં આવતા અરેરાટી વ્યાપી ગઈ છે શહેર કોંગ્રેસ પ્રમુખ સ્થળ પર દોડી ગયા હતા અને નંદીના મૃત્યુ મામલે તપાસ કરી દોષિતો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે તેમજ યોગ્ય વ્યવસ્થા નહિ કરાય તો નંદીઓને શહેરમાં છોડી મુકવાની ચીમકી ઉચ્ચારી છે.

મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ તંત્ર વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે નંદીઘરમાં નંદીના મૃત્યુની માહિતી મળતા તેઓ સ્થળ પર ગયા હતા અને નવ નંદીના પીડાદાયક મૃત્યુ થયાનું સામે આવ્યું હતું નંદીઘરમાં પૂરતા પ્રમાણમાં ઘાસચારો અને પાણી મળતું ના હોવાથી નંદીના મૃત્યુ થયાનું પુષ્પરાજસિંહે જણાવ્યું હતું જેથી નંદીના મૃત્યુ મામલે પી.એમ. રીપોર્ટ કરાવી મૃત્યુનું સાચું કારણ સામે લાવવું જોઈએ અને દોષિતો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જો નંદી માટે ખોરાક અને પાણીની યોગ્ય વ્યવસ્થા નહિ કરવામાં આવે તો નંદીઘરના તમામ નંદીઓને છોડી શહેરમાં ખુલ્લા મુકવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

આ મામલે ડેપ્યુટી કમિશ્નર સંજય સોનીએ જણાવ્યું છે કે મહાનગરપાલિકા બન્યા બાદ ફક્ષભમ શાખાની રચના કરવામાં આવી છે અને વર્ષ 2025 માં કોર્પોરેશન દ્વારા 2000 થી વધુ નંદી અને ગાયોને પકડી ગૌશાળા તેમજ પાંજરાપોળમાં મુકવામાં આવ્યા હતા બાદમાં અનેક ગૌશાળાએ નંદી ના સ્વીકારવાની રજૂઆત કરી હતી હાલ નંદીઘરનું ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે નંદીઘરની વ્યવસ્થા પશુબા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સાંભળી રહી છે હાલ નંદીના મોતનું કારણ સ્પષ્ટ થયું નથી તપાસ કરાવ્યા બાદ એજન્સી દોષિત જણાશે તો એક્શન લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *