અમેરિકાના સેન ડિએગોની મસ્જિદમાં અંધાધૂંધ ફાયરિંગ, 5 લોકોના મોત

હુમલો કરનાર બે સગીરોએ જાતે ગોળી મારી આત્મહત્યા કરી લીધી અમેરિકામાં ગન કલ્ચર અને હિંસાની વધુ એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેલિફોર્નિયાના સેન…

હુમલો કરનાર બે સગીરોએ જાતે ગોળી મારી આત્મહત્યા કરી લીધી

અમેરિકામાં ગન કલ્ચર અને હિંસાની વધુ એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેલિફોર્નિયાના સેન ડિએગો શહેરમાં આવેલી એક પ્રખ્યાત મસ્જિદમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ભયાનક ગોળીબાર કરવામાં આવ્યો છે. આ આંધાધૂંધ ફાયરિંગની ઘટનામાં કુલ 5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાના સત્તાવાર અહેવાલો મળી રહ્યા છે. આ લોહિયાળ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ અને ભયનો માહોલ ફેલાઈ ગયો છે.

મળતી વિગતો અનુસાર, આ લોહિયાળ ગોળીબાર સેન ડિએગોમાં આવેલા સુપ્રસિદ્ધ ’ઇસ્લામિક સેન્ટર ઓફ સેન ડિએગો’ (ઈંઈજઉ) પરિસરમાં થયો હતો. હુમલાખોરો હથિયારો સાથે મસ્જિદમાં ઘૂસી આવ્યા હતા અને ત્યાં હાજર લોકો પર અચાનક ફાયરિંગ શરૂૂ કરી દીધું હતું. આ આકસ્મિક હુમલાને કારણે મસ્જિદમાં નાસભાગ મચી ગઈ હતી. પ્રારંભિક માહિતી મુજબ, મૃત્યુ પામેલા 5 લોકોમાં મસ્જિદની સુરક્ષામાં તૈનાત સિક્યોરિટી ગાર્ડ પણ સામેલ છે, જેણે હુમલાખોરોને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

હુમલો કર્યા બાદ બંને શંકાસ્પદ કિશોરોએ પોતે જ જીવન ટૂંકાવ્યુંઆ સમગ્ર ઘટનામાં એક નવો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. મસ્જિદમાં નિર્દોષ લોકો પર અંધાધૂંધ ગોળીબાર કરનારા બંને શંકાસ્પદ હુમલાખોરો સગીર વયના કિશોરો હોવાનું બહાર આવ્યું છે. પોલીસ વહીવટીતંત્ર દ્વારા ઘેરાબંધી કરવામાં આવે તે પહેલા જ, આ બંને શંકાસ્પદ કિશોરોએ ઘટનાસ્થળે જ પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આ હુમલા પાછળ આટલી નાની ઉંમરના છોકરાઓનો શું હેતુ હતો અને તેમની પાસે આટલા ઘાતક હથિયારો ક્યાંથી આવ્યા, તે હવે મોટો સવાલ બન્યો છે.

હેટ ક્રાઈમ એંગલથી સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂૂ કર્યોધાર્મિક સ્થળ પર થયેલા આ ભયાનક હુમલાને પગલે અમેરિકાની ઉચ્ચ તપાસ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. પોલીસ અને ગુપ્તચર વિભાગ દ્વારા આ સમગ્ર મામલાની ’હેટ ક્રાઈમ’ના એંગલથી ઝીણવટભરી તપાસ શરૂૂ કરવામાં આવી છે. આ હુમલો કોઈ ચોક્કસ સમુદાયને નિશાન બનાવીને વૈશ્વિક શાંતિ ડહોળવાના હેતુથી કરવામાં આવ્યો હતો કે કેમ, તે દિશામાં પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. હાલમાં મસ્જિદની આસપાસ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *