ઇરાનના નવા રાજનેતાની વરણીમાં મારી ભૂમિકા જરૂરી છે: ડોનાલ્ડ ટ્રમ્પ

ટ્રમ્પે ખાસ કરીને મોજતબા ખામેનેઈના નેતૃત્વ અંગે પોતાની અસમર્થતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે મોજતબાને ઈરાનના નેતૃત્વ માટે અમેરિકા સ્વીકારી શકે તેવી સ્થિતિમાં નથી.…

ટ્રમ્પે ખાસ કરીને મોજતબા ખામેનેઈના નેતૃત્વ અંગે પોતાની અસમર્થતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે મોજતબાને ઈરાનના નેતૃત્વ માટે અમેરિકા સ્વીકારી શકે તેવી સ્થિતિમાં નથી. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના નેતૃત્વને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપતાં ફરી એક વખત આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ચર્ચા જગાવી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાનમાં આગામી નેતાની પસંદગીમાં અમેરિકાની ભૂમિકા મહત્વપૂર્ણ હોવી જોઈએ. તેમના આ નિવેદનથી વૈશ્વિક રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.

ટ્રમ્પે ખાસ કરીને મોજતબા ખામેનેઈના નેતૃત્વ અંગે પોતાની અસમર્થતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે મોજતબાને ઈરાનના નેતૃત્વ માટે અમેરિકા સ્વીકારી શકે તેવી સ્થિતિમાં નથી. ટ્રમ્પના મતે ઈરાનમાં સ્થિરતા અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સુધારો લાવવા માટે એવું નેતૃત્વ આવવું જોઈએ જે વૈશ્વિક સમુદાય સાથે સંવાદ રાખી શકે. ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે મધ્ય પૂર્વમાં વધતી તણાવભરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઈરાનના નેતૃત્વનો પ્રશ્ન ખૂબ જ મહત્વનો બની ગયો છે.

જો યોગ્ય નેતૃત્વ નહીં આવે તો પ્રદેશમાં તણાવ વધુ વધી શકે છે. વિશ્ર્લેષકોના મતે ટ્રમ્પના આ નિવેદનથી ફરી એકવાર ઈરાન અને અમેરિકા વચ્ચેના રાજકીય સંબંધો અંગે ચર્ચા શરૂૂ થઈ છે. ઘણા રાજકીય લોકો માને છે કે આવી ટિપ્પણીઓ ઈરાનની આંતરિક રાજનીતિમાં બહારથી દખલ તરીકે પણ જોવામાં આવી શકે છે. હાલમાં મધ્ય પૂર્વમાં ચાલી રહેલા રાજકીય અને સુરક્ષાત્મક મુદ્દાઓ વચ્ચે ટ્રમ્પનું આ નિવેદન આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચાને જન્મ આપતું જોવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *