મારા પપ્પા ધારાસભ્ય છે… કહી દીકરીએ પોલીસને લાફો ઝીંકી દીધો

કર્ણાટકના તુમકુરુ ગ્રામીણ ક્ષેત્રના ભાજપ ધારાસભ્ય બી. સુરેશ ગૌડાની પુત્રી ઐશ્વર્યાનો એક હાઇપ્રોફાઇલ વિવાદ સામે આવ્યો છે. શ્રીરંગપટના સ્થિત આરતી ઉક્કડ મંદિરમાં ભીમા અમાવસ્યાના ઉત્સવ…

કર્ણાટકના તુમકુરુ ગ્રામીણ ક્ષેત્રના ભાજપ ધારાસભ્ય બી. સુરેશ ગૌડાની પુત્રી ઐશ્વર્યાનો એક હાઇપ્રોફાઇલ વિવાદ સામે આવ્યો છે. શ્રીરંગપટના સ્થિત આરતી ઉક્કડ મંદિરમાં ભીમા અમાવસ્યાના ઉત્સવ દરમિયાન દર્શન કરવા પહોંચેલી ઐશ્વર્યાએ ફરજ પર તૈનાત મહિલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સવિતા બી. પાટીલ સાથે ગેરવર્તણૂક કરી હતી. લાઇન વિના સીધા ગર્ભગૃહમાં જવાની કોશિશ કરતી વખતે પોલીસે રોકતાં તીખી બહસ થઈ હતી. સમગ્ર ઘટનાના સામે આવેલા CCTV ફૂટેજમાં ધારાસભ્યની પુત્રી મહિલા પોલીસ અધિકારીને તમાચો મારતી નજરે પડે છે.

રોજ સાંજે 4:30 વાગ્યા આસપાસ બનેલી હોવાનું સામે આવ્યું છે.વાઇરલ CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે બોલાચાલી દરમિયાન ઐશ્વર્યા પોતાના ફોનથી કોલ કરવાનો પ્રયાસ કરે છે અને અચાનક મહિલા SI સવિતાને થપ્પડ મારી દે છે, જેના જવાબમાં મહિલા અધિકારી પણ સામો પ્રહાર કરે છે. હલ્લી સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ધારાસભ્યની પુત્રી સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ સરકારી કર્મચારી પર હુમલો, જાનથી મારી નાખવાની ધમકી અને ગુનાહિત કૃત્ય બદલ FIR દાખલ કરી છે. સામે પક્ષે ઐશ્વર્યાએ પણ મહિલા અધિકારી વિરુદ્ધ ગાળાગાળી કરવાનો આક્ષેપ મૂકી વળતી ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *