BCCIનો નવો ટાઇટલ સ્પોન્સર મુથૂટ ફિનકોર્પ, 4.85 કરોડનો કરાર

  ભારતીય ક્રિકેટ ટીમને મળેલા નવા સ્પોન્સર સાથે આગામી બે સીઝન માટે ટાઇટલ રાઇટ્સનો કરાર થયો છે. અહેવાલ મુજબ મુથૂટ ફિનકોર્પે આ અધિકારો મેળવ્યા છે.આ…

 

ભારતીય ક્રિકેટ ટીમને મળેલા નવા સ્પોન્સર સાથે આગામી બે સીઝન માટે ટાઇટલ રાઇટ્સનો કરાર થયો છે. અહેવાલ મુજબ મુથૂટ ફિનકોર્પે આ અધિકારો મેળવ્યા છે.આ કરાર હેઠળ ભારતમાં રમાનારી આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક મેચોમાં ટાઇટલ સ્પોન્સરશિપના અધિકારો મુથૂટ ફિનકોર્પ પાસે રહેશે.

એક મેચ માટે ટાઇટલ સ્પોન્સરશિપની બેઝ પ્રાઈસ ₹4.85 કરોડ રાખવામાં આવી છે. જોકે, અંતિમ રકમ કેટલી હશે તે BCCIની સત્તાવાર જાહેરાત બાદ જ સ્પષ્ટ થશે. BCCIએ ટાઇટલ સ્પોન્સર માટે ટેન્ડર પ્રક્રિયા શરૂૂ કરી હતી અને 13 ઓગસ્ટે તેની અંતિમ તારીખ હતી. પરંતુ આ સમયગાળા દરમિયાન કોઈ સ્પર્ધાત્મક બોલી સામે આવી નહોતી.

અહેવાલ અનુસાર, ઊંચી બેઝ પ્રાઈસને કારણે સ્પોન્સર્સ તરફથી અપેક્ષા મુજબનો રસ જોવા મળ્યો નહોતો. ત્યારબાદ BCCIએ સંભવિત પક્ષો સાથે સીધી વાતચીત શરૂૂ કરી હતી. અગાઉ IDFC ફર્સ્ટ બેંક ટીમ ઈન્ડિયાની ટાઇટલ સ્પોન્સર હતી. બેંકે પ્રતિ મેચ ₹4.2 કરોડ ચૂકવ્યા હતા, જ્યારે નવા કરારમાં બેઝ પ્રાઈસ ₹4.85 કરોડ છે.

નવો કરાર માર્ચ 2028 સુધી ચાલવાનો છે. આ સમયગાળા દરમિયાન ભારતમાં આશરે 35 આંતરરાષ્ટ્રીય મેચ રમાવાની છે, જેમાં 10 ટેસ્ટ, 12 ODI અને 13 T20Iનો સમાવેશ થાય છે.ટીમ ઈન્ડિયાનો નવો સ્પોન્સર કરાર વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણીથી શરૂૂ થશે. આ શ્રેણીની પ્રથમ મેચ 27 સપ્ટેમ્બરે રમાવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *