વેરાવળ માં સુન્ની મુસ્લિમ જમાત દ્વારા ઇસ્લામ ધર્મના મહાન પયગંબર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર વિરુદ્ધ ડેપ્યુટી કલેકટર ને આવેદન આપી આવા લોકોને કાયદા ની ભાન કરાવવી જોઈએ અને તેમને બોધપાઠ મળે તેવું કામ ગુજરાત સરકારે કરવું જોઈએ તેમ જણાવેલ છે.
વેરાવળ માં સમસ્ત મુસ્લિમ સમાજે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. સુન્ની મુસ્લિમ જમાત ના નેજા હેઠળ મુસ્લિમ સમાજ ના પ્રમુખ અફઝલ પંજા, સુન્ની મુસ્લિમ જમાત પ્રમુખ મહંમદ હુસેન મુગલ, ગુલામ હુસેન દરવેશ, ગુલામભાઈ ખાન નૂર ભાઈ કપૂર, સરફરાજ ભાઈ મેવાતી, હનીફભાઈ મલેક હસનભાઈ કુરેશી આલમમિયા મૌલાના નઝમુલ હુદા, મૌલાના અબ્દુલ રહેમાન સહિત જુદા જુદા સમાજના પટેલો આગેવાનો નગરસેવકો અને હાફીજો અને આલીમો ની સાથે આ આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર અમદાવાદ ના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે શાળામાં તા.19 ઓગસ્ટ, 2025 ના રોજ ધોરણ-10 ના વિદ્યાર્થી નયન સંતાની નું દુ:ખદ અવસાન થયું હતું. મુસ્લિમ સમાજે આ ઘટનાને વખોડી કાઢી છે અને પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે સમાજના આગેવાનો એ આરોપ મૂક્યો છે કે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના લોકો શહેર ના શાંત વાતાવરણ ને કોમી મુદ્દો બનાવી રહ્યા છે. નયન સંતાની ની શોક સભામાં વિહિપના નેતા ધર્મેન્દ્ર ભવાની એ ઇસ્લામ ધર્મ અને પયગંબર મોહમ્મદ (સ.અ.વ.) વિષે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. મુસ્લિમ સમાજ ના આગેવાનોએ જણાવ્યું છે કે ધર્મેન્દ્ર ભવાની ની ટિપ્પણીઓથી બે સમાજ વચ્ચે વૈમનસ્ય અને અશાંતિ ફેલાવાની સંભાવના છે. તેમણે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ધર્મેન્દ્ર ભવાની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
