લત્તાવાસી અને જીવદયા પ્રેમીએ તંત્રની કામગીરીને બિરદાવી
સાવરકુંડલા જેસર રોડ પર આવેલા ગિરીબાપુ કથાકાર ના બંગલા પાછળ એક પાણીના અવાવરું ટાંકામાં રેઢિયાળ ખૂટીયો પડી ગયેલ તેમની જાણ ગૌસેવક વિમલભાઈ કુંડલીયા ને થતા તેમણે તેમના મિત્ર પિયુષભાઈ મશરૂૂ તથા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીને જાણ કરતા મેહુલભાઈ ત્રિવેદીએ નગરપાલિકા તરફથી સંપૂર્ણ રેસ્ક્યુ ટીમ મોકલેલ અને એ રેસક્યુ ટીમ દ્વારા ખૂટયાનો સલામત રીતે બચાવ કરેલ આ તકે હાજર જયરાજભાઇ ખુમાણ અજીતભાઈ ખુમાણ પ્રદીપભાઈ ખુમાણ નિર્મલભાઇ ખુમાણ તેમજ ગોવિંદભાઈ નાકરાણી વિમલભાઈ કુંડલીયા પિયુષભાઈ મશરૂૂ તેમજ ત્યાંના રહેવાસીઓ દ્વારા હર્ષની લાગણી દર્શાવેલ અને નગરપાલિકાનો તેમજ ટીમનો આભાર માન્યો હતો.