મનપાની તિજોરી છલકાઈ, 4.65 લાખ લોકોએ વેરો ભર્યો

ગત વર્ષ કરતાં આ વર્ષે 44 કરદાતા વધ્યા, તંત્રને 447 કરોડની આવક થઈ: 45967 મિલકત ધારકોએ વ્યાજ માફીનો લાભ લીધો મહાનગરપાલિકાનું નાણાંકીય વર્ષ પુરૂ થતા…

ગત વર્ષ કરતાં આ વર્ષે 44 કરદાતા વધ્યા, તંત્રને 447 કરોડની આવક થઈ: 45967 મિલકત ધારકોએ વ્યાજ માફીનો લાભ લીધો

મહાનગરપાલિકાનું નાણાંકીય વર્ષ પુરૂ થતા વેરા વિભાગની આવક જાહેર કરવામાં આવી છે. એક વર્ષ દરમિયાન 4.65 લાખ મિલકત ધારકોએ મહાનગરપાલિકાની 447 કરોડનો ટેક્ષ ભર્યો હતો. જેમાં આ વખતે ગત વર્ષની તુલનાએ 44 હજાર નવા કરદાતાઓનો વધારો જોવા મળ્યો છે. તેમજ વ્યાજમાફી યોજનાના કારણે મહાનગરપાલિકાની 86 કરોડની વધુ આવક થઈ હોવાનું વેરા વિભાગે જણાવ્યું હતું.

માર્ચ એન્ડીંગના દિવસે કરદાતાઓના ધસારા સાથે મહાપાલિકાને નાણાકીય વર્ષ 2025-26માં 4.65 લાખ કરદાતાઓએ કૂલ મનપાને રૂૂા. 447 કરોડનો ટેક્સ ચૂકવતા મનપાને રેકોર્ડબ્રેક આવક થઈ છે અને લક્ષ્યાંક રૂૂા.455 કરોડની નજીક તંત્ર પહોંચ્યું હતું. વ્યાજમાફીના કારણે રૂૂા.86 કરોડની ટેક્સ વસુલાત વધી હતી.વિગતોનું વિશ્ર્લેષણ કરતા મોટા માથાઓ બાકીદાર રહ્યા છે જેની સામે મનપાની કડક ઝૂંબેશનો અભાવ રહ્યો છે પરંતુ, શહેરના ગરીબ, મધ્યમવર્ગ દ્વારા સામે ચાલીને મનપાને ટેક્સ ચૂકવી દઈને મનપાના તિજોરી છલકાવી હતી.

ભરનાર ટેક્ષબ્રાન્ચના સૂત્રો અનુસાર ગત વર્ષ ઈ.સ. 2024-25માં કૂલ 4.21 લાખ મિલ્કતધારકોએ રૂૂા.411.70 કરોડનો ટેક્સ ભર્યો હતો. તેની સાપેક્ષે, આ વર્ષમાં કરદાતા અર્થાત્ ટેક્ષ મિલ્કતધારકો વધીને 4.65 લાખ થયા છે. અર્થાત્ કરદાતાઓની સંખ્યામાં એક વર્ષમાં 44 હજારનો વધારો નોંધાયો છે. જ્યારે ટેક્સ આવક ગત વર્ષની સાપેક્ષે રૂૂા.36 કરોડનો વધારો થયો છે.

આ વર્ષે ટેક્ષ વસુલાતમાં સૌથી મહત્વપૂર્ણ બાબત રૂૂા.5000 સુધીના વ્યાજમાફી યોજના હતી જે મુખ્યત્વે નાના બાકીદારોને સ્પર્શતી હતી. આ સ્કીમ હેઠળ 44 હજાર કરદાતાઓએ રૂૂા.74 કરોડનો બાકી ટેક્સ ભર્યો હતો અને સામે રૂૂા.12 કરોડનું વ્યાજ મનપાએ માફ કર્યું હતું. આમ, આમનાગરિકો મનપા માટે પ્રમાણિક કરદાતા રહ્યા છે જ્યારે મોટામાથાઓ ટેક્સ ભરવામાં ડાંડાઈ કરતા બાકીદારો જ રહ્યા છે.

રાજકોટમાં એકંદરે 5.70 લાખ મિલ્કતો છે જેમાં આશરે 1 લાખ બાકીદારો રહ્યા છે જેમની પાસે રૂૂા.1200 કરોડનું ટેક્ષમાંગણુ બાકી છે. મનપા માટે આ મોટામાથાઓ પાસેથી કડક વસુલાત કરવા માટે આખુ વર્ષ સિલીંગ અને જપ્તી સહિતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *