જામનગરમાં પાણીની અછત ટાળવા માટે મહાનગપાલિકાનું આગોતરુ આયોજન

સપ્ટેમ્બરનો ત્રીજો સપ્તાહ પૂર્ણ થવા આવ્યો હોવા છતાં જામનગર જિલ્લામાં અપેક્ષા મુજબનો વરસાદ નહીં પડતાં શહેરને પાણી પૂરું પાડતા મુખ્ય જળાશયોમાં પાણીનો જથ્થો ઘટી રહ્યો…

સપ્ટેમ્બરનો ત્રીજો સપ્તાહ પૂર્ણ થવા આવ્યો હોવા છતાં જામનગર જિલ્લામાં અપેક્ષા મુજબનો વરસાદ નહીં પડતાં શહેરને પાણી પૂરું પાડતા મુખ્ય જળાશયોમાં પાણીનો જથ્થો ઘટી રહ્યો છે. આગામી સમયમાં પીવાના પાણીની અછત ઊભી ન થાય તે માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા અત્યારથી જ આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

જામનગર શહેરને પાણી પૂરું પાડતા રણજીતસાગર અને સસોઈ સહિતના જળાશયોમાં અપેક્ષા મુજબ વરસાદી પાણીની આવક નહીં થતાં સૌની યોજના મારફતે પાણી ઠાલવવાની કામગીરી શરૂૂ કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી એક વર્ષ દરમિયાન શહેરની જરૂૂરિયાતને પહોંચી વળવા માટે જરૂૂરી પાણીના જથ્થાની સરકાર સમક્ષ અગાઉથી માંગણી કરવામાં આવી હતી. આ માંગણીને અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના મારફતે જામનગરના જળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

જામનગર શહેરને પાણી પૂરું પાડવા માટે હજી ત્રણ ડેમ ઊંડ એક ડેમ રસોઈ ડેમ અને રણજીત સાગર ડે આ ચારેય ડેમોમાંથી પાણી મેળવવામાં આવે છે ઉપરાંત નર્મદા કેનાલ માંથી પણ પાણી મળી રહ્યું છે અગાઉ સૌની યોજના મારફતે આજી-3 અને ઊંડ-1 ડેમમાં પાણી ઠાલબવાની પ્રક્રિયા પૂર્ણ કરી લેવાઇ છે અને હાલમાં રણજીત સાગર ડેમ તેમજ સસોઈ ડેમમાં પાણી ઠાલવવાનું શરૂૂ કરી દેવાયું છે.

હાલ સૌની યોજના મારફતે રણજીતસાગર અને સસોઈ સહિતના જળાશયોમાં દરરોજ અંદાજે 10થી 12 એમસીએફટી પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. આમ, વરસાદની અછત વચ્ચે પણ શહેરના મુખ્ય જળસ્રોતોમાં પાણીનો જથ્થો જળવાઈ રહે તે માટે પાણીની આવક ચાલુ રાખવામાં આવી છે.

મનપાના તંત્ર દ્વારા જળાશયોમાં ઉપલબ્ધ પાણીના જથ્થા તેમજ સૌની યોજના મારફતે મળનારા પાણીની આવકને ધ્યાનમાં રાખીને શહેરની પાણી વિતરણ વ્યવસ્થા અંગે આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલ શહેરમાં એકાંતરે પાણી વિતરણની વ્યવસ્થા જાળવી રાખવામાં આવી છે અને આગામી સમયમાં પણ પાણીની ઉપલબ્ધતા પ્રમાણે વિતરણ વ્યવસ્થા ચાલુ રાખવાનું આયોજન છે.વરસાદ ઓછો પડ્યો હોવા છતાં સૌની યોજના મારફતે પાણીની આવક શરૂૂ રહેતા શહેરના પીવાના પાણીના જથ્થાને જાળવી રાખવામાં મદદ મળશે. મનપા દ્વારા આગામી સમયની જરૂૂરિયાતને ધ્યાનમાં રાખીને પાણીની વ્યવસ્થાનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.મનપાએ નાગરિકોને પણ પાણીની અછતની સંભાવનાને ધ્યાનમાં રાખીને પાણીનો બગાડ ટાળવા અને ઉપલબ્ધ પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *