વડાપ્રધાનના જામનગર પ્રવાસ પૂર્વે મહાનગરપાલિકાની ‘સફાઇ’ ઝુંબેશ, અનેક દબાણો દૂર કરાયા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવતીકાલે જામનગર ખાતે યોજાનારા પ્રવાસ અને રાત્રિ રોકાણ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સમગ્ર શહેરમાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ હાથ ધરવામાં આવી…

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવતીકાલે જામનગર ખાતે યોજાનારા પ્રવાસ અને રાત્રિ રોકાણ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સમગ્ર શહેરમાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને વડાપ્રધાનના એરફોર્સ સ્ટેશનથી લાલ બંગલા સર્કલ સુધીના નિર્ધારિત માર્ગોને સ્વચ્છ, સુવ્યવસ્થિત અને ધૂળ-ધબ્બા મુક્ત બનાવવા જામનગર મહાનગરપાલિકાનું તંત્ર સતત કાર્યરત બન્યું છે.

જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર ડી.એન. મોદી ની રાહબરી હેઠળ મહાનગરપાલિકાની વિવિધ શાખાઓની ટીમો છેલ્લા બે દિવસથી સતત કામગીરી કરી રહી છે. પીએમ રૂૂટ પર માર્ગોની વિશેષ સફાઈ, દબાણો દૂર કરવાની કામગીરી, કચરાનું તાત્કાલિક નિરાકરણ, રસ્તાની બાજુઓની સફાઈ તેમજ જાહેર સ્થળોને ચકાચક બનાવવા માટે વિશેષ ઝુંબેશ શરૂૂ કરવામાં આવી છે.

મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા, સફાઈ શાખા, આરોગ્ય શાખા તેમજ અન્ય વિભાગોના મળી 60થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ આ કામગીરીમાં જોડાયા છે. શહેરના મુખ્ય માર્ગો પર સફાઈ મશીનો, પાણીના ટેન્કરો અને સફાઈ દળો સતત દોડતા જોવા મળી રહ્યા છે.આજે પણ વહેલી સવારથી જ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી અને પીએમ રૂૂટના દરેક વિસ્તારોને સંપૂર્ણપણે દબાણમુક્ત અને સ્વચ્છ બનાવવા માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનના આગમનને લઈને સમગ્ર શહેરમાં તંત્રની તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે.

જામનગરની એસ્ટેટ શાખા દ્વારા 20 થી વધુ રેકડી કેબીનો, એક જૂની રીક્ષા, ઉપરાંત 40 મોટા હોર્ડિંગ અને 150 થી વધુ કિયોસ્ક બોર્ડ વગેરે ઉતારી લઇ મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *