સુપ્રીમ કોર્ટે મનપાની ફેવરમાં ચુકાદો આપ્યો છતાં રેલવેએ વેરો ન ભરતા કાર્યવાહી હાથ ધરાઈ
મહાનગરપાલિકા દ્વારા વેરાવિભાગના 410 કરોડના લક્ષ્યાંક સામે પઠાણી ઉઘરાણી શરૂ કરી છે. અત્યાર સુધીમાં મિલ્કતવેરા પેટે 328 કરોડ જમા થયા હોય સિલિંગ અને જપ્તીની કામગીરીની સાથો સાથ કેન્દ્ર અને રાજ્ય સરકારની કચેરીઓની ઉઘરાણી પણ શરૂ કરી છે. જેમાં રેલવે વિભાગ દ્વારા અનેક નોટીસો આપવા છતાં અને સુપ્રીમ કોર્ટે કોર્પોરેશનની ફેવરમાં ચુકાદો આપેલ છે. છતાં રૂા. 17 કરોડનો મિલ્કતવેરો ન ભરતા કોર્પોરેશને હવે રેલવે વિરુદ્ધ ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે.
મહાનગરપાલિકાનું બજેટ વર્ષ પૂર્ણ થવામાં છે. છતાં 82 કરોડથી વધુ મિલ્કતવેરો બાકી હોય હવે સરકારીકચેરીઓ વિરુદ્ધ કામગીરી શરૂ કરવામાં આવી છે. બાકીદારોનો એક મોટો સ્લોટ સીલ થઈ ગયો છે અને હવે છેલ્લે મોબાઈલ ટાવરોને તેમજ સરકારી કચેરીઓને નોટીસ આપવા શરૂ કરાયું છે. જેમાં યુનિવર્સિટીએ મિલ્કતવેરો ભરવા માટે સરકાર પાસે ગ્રાન્ટ માંગી હોવાનું જાણવા મળેલ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની કચેરીઓ કે જે પબ્લીક પ્રોપર્ટી હોવાના કારણે સીલીંગ અને જપ્તી સહિતની કાર્યવાહી થઈ શકતી નથી. તેવી જ રીતે મોટાભાગની કચેરીઓનો વેરો ગ્રાન્ટ આધારીત હોવાથી અમુક વિભાગની કચેરીઓ ગ્રાન્ટની રાહ જોઈ રહ્યું છે. જ્યારે રેલવે વિભાગ પાસેથી 30 કરોડ રૂપિયા મિલ્કતવેરા પેટે વસુલવાના હતા આ માટે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ થયેલ ત્યારે રેલવે વિભાગ દ્વારા રૂા. 17 કરોડ ભરવા માટેની તૈયારી દર્શાવી હતી અને સુપ્રીમ કોર્ટે પણ કોર્પોરેશનની ફેવરમાંચુકાદો આપેલ છતાં રેલવે વિભાગ દ્વારા આજસુધી રૂા. 17 કરોડનો વેરો ભરપાઈ ન કરતા હવે કોર્પોરેશને રેલવે સામે ક્ધટેપ્ટ ઓફ કોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરી છે અને તેના માટે લિગલ અભિપ્રાય મેળવવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળેલ છે.