શહેરના તમામ વોર્ડમાં સ્વચ્છોત્સવની ઉજવણી શરૂ: બસ પોર્ટ અને જ્યુબિલી ગાર્ડનમાં મેયર સહિતના આગેવાનોએ સફાઇ કરી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.17/09/2025 થી તા.31/10/2025 દરમ્યાન સ્વચ્છતા હી સેવા-2025 સ્વચ્છોત્સ્વ અંતર્ગત પબ્લિક ટ્રાન્સપોર્ટ, ધાર્મિક અને પ્રવાસન સ્થળ, નદી તળાવ, સર્કલ, પ્રતિમાઓ, ખુલ્લા પ્લોટ, શહેરના એન્ટ્રી પોઈન્ટ, ફૂટપાથ, માર્કેટ અને વાણિજ્ય વિસ્તારની સફાઈ અર્થે ઝુંબેશ ચલાવવામાં આવનાર છે તેમજ જનજાગૃતિ અર્થે સાંસ્કૃતિક ઉત્સવ, સ્વચ્છતા રેલી, યોગ શિબિર, સ્વચ્છ વોર્ડ સ્પર્ધા, શૈક્ષણિક સંસ્થાની ભાગીદારી, સાઇકલોથોન, સ્વચ્છતા શપથ, ભીંતચિત્રો બનાવવા, સેલ્ફી પોઈન્ટ ઇન્સ્ટોલેશન અને માનવ શૃંખલા, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર, એક પેડ માં કે નામ વૃક્ષારોપણ, સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ, શેરી નાટક, રીડ્યુસ-રિયુઝ-રીસાઈકલ સિધ્ધાંતને આગળ વધારવા માટે કેમ્પ, સ્વચ્છતા સંવાદ, વેસ્ટ ટુ આર્ટ ફેસ્ટ વગેરે કાર્યકમો હાથ ધરવામાં આવનાર છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.17/09/2025 થી તા.22/09/2025 સુધી શહેરના બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, રીક્ષા સ્ટેન્ડ, રાજ્ય ધોરી માર્ગ તથા રાષ્ટ્રીય ધોરી માર્ગની સફાઈ, પબ્લિક ટોયલેટ તથા કોમ્યુનિટી ટોયલેટની સફાઈ માટે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. જે અંતર્ગત આજ તા.17/09/2025ના રોજ શહેરના ઢેબરભાઈ રોડ પર આવેલ સેન્ટ્રલ એસ.ટી. બસ સ્ટેશન આસપાસ તથા શહેરના જ્યુબિલી ગાર્ડન આસપાસ શ્રમદાન અને સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી.
શ્રમદાન ઝુંબેશ પહેલા મહાનુભાવો દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી કરવામાં આવી.આ શ્રમદાન અને સઘન સફાઈ ઝુંબેશમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, મેયર નયનાબેન પેઢડીયા, સાંસદ રામભાઈ મોકરીયા, રમેશભાઈ ટીલાળા, રાજકોટ શહેર મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, સેનિટેશન કમિટી ચેરમેન નિલેશભાઇ જલુ, કાયદો અને નિયમોની સમિતિ ચેરમેન કંકુબેન ઉઘરેજા, કુસુમબેન ટેકવાણી, કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ, અલ્પાબેન દવે, જયશ્રીબેન ચાવડા, વર્ષાબેન પાંધી, નાયબ કમિશનર સી.કે.નંદાણી, એચ.આર.પટેલ, પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર, વલ્લભભાઈ જીંજાળા, વી.આર.ચાવડા તેમજ સ્થાનિક આગેવાનો તથા મહાનુભાવો ઉપસ્થિત રહેલ હતા અને શ્રમદાન કરવામાં આવ્યું હતુ.
