પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાનાર શ્રાવણી મેળામાં મનપાને રૂા.2.7 કરોડની આવક

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં આગામી 10 મી ઓગસ્ટ સુધીના શ્રાવણ માસના 15 દિવસ માટેના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની ઓનલાઇન અને ઓફલાઇન ટેન્ડરની…

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં આગામી 10 મી ઓગસ્ટ સુધીના શ્રાવણ માસના 15 દિવસ માટેના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની ઓનલાઇન અને ઓફલાઇન ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી હતી, અને મહાનગરપાલિકા ને બે કરોડ સાત લાખથી વધુની આવક થઈ છે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા સૌ પ્રથમ પાંચ લાખથી વધુ ની રકમ ના હોય તેવા ઓનલાઈન ટેન્ડર ખોલવામાં આવ્યા હતા.

મશીન મનોરંજનના 6 પ્લોટ તેમજ આઈસ્ક્રીમ બુથના 2 પ્લોટ માટેની ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં મહાનગર પાલિકા ને 94,03,000 ની આવક થઈ હતી.

ત્યારબાદ આજે મેળાના ધંધાર્થીઓની હાજરીમાં જામનગર મહાનગરપાલિકાની કચેરી મા અન્ય 43 પ્લોટ માટેના ઓફ લાઇન ટેન્ડરો ખોલવામાં આવ્યા હતા. જેમાં કુલ 1,13,82,242 ની વધુ આવક થઈ હતી.આમ જામનગરના પ્રદર્શન મેદાનનો શ્રાવણી લોકમેળો મહાનગરપાલિકાને ફળ્યો છે, અને કુલ 2,07,85,242 ની આવક થઈ છે. હવે 10 મી ઓગસ્ટ થી શ્રાવણી મેળાનો પ્રારંભ થઈ જશે. જે શ્રાવણી અમાસ સુધી ચાલશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *