રસ્તે રઝળતા ઢોરના માલિકો પર મનપા ત્રાટકયું

  જામનગર શહેર માં રસ્તે રઝળતા ઢોર ની સમસ્યા ના નિરાકરણ માટે આજે મહાનગર પાલિકા નું તંત્ર પૂરતી તૈયારી સાથે જલારામ નગર માં ઢોર માલિકો…

 

જામનગર શહેર માં રસ્તે રઝળતા ઢોર ની સમસ્યા ના નિરાકરણ માટે આજે મહાનગર પાલિકા નું તંત્ર પૂરતી તૈયારી સાથે જલારામ નગર માં ઢોર માલિકો ને ત્યાં ત્રાટક્યું હતું, અને અડધો ડઝન થી વધુ ઢોર કબજે કર્યા હતા. આખરે ઢોર માલિકો દ્વારા સમય આપવા ની માંગણી કરતાં પાંચ દિવસ ની મુદત આપવામાં આવી હતી. અને હાલ પૂરતી કામગીરી રોકી દેવામાં આવી છે.જામનગર શહેર માં અનેક માર્ગો પર રસ્તે રઝળતા ઢોર ની સમસ્યા રાહદારીઓને સતાવી રહી છે. ઢોર અંગે બનાવેલી પોલીસી તેમજ કોર્ટ ના આદેશ ની અમલવારી કરવા ના હેતુ થી આજે નાયબ મ્યુનિસિપલ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા ની રાહબરી હેઠળ મહાનગરપાલિકા ની વિવિધ શાખા નો સ્ટાફ, સિક્યુરિટી અને વિશાળ પોલીસ કાફલા સાથે આજે ઢોર માલિકો ના ઘરે ત્રાટક્યા હતા.ખાસ કરીને જલારામ નગર વિસ્તારમાં વિશેષ સંખ્યામાં ઢોર માલિકો રહેતા હોવાથી કાફલો ત્યાં પહોંચ્યો હતો, અને તેઓના ઘર પાસે થી આશરે સાતેક જેટલા ઢોર ને કબજે કરવામાં આવ્યા હતા.નાયબ મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા અનુસાર શહેરમાં રઝળતા ઢોર ને કારણે અનેક વખત જાનહાની, અને માનવહાની તેમજ વાહન ચાલકો ને અકસ્માત થતા રહે છે.

ઢોર માલિકો ને લાયસન્સ પરમિટ મેળવી લેવા અનેક વખત સૂચના આપવામાં આવી, છતાં તેનું પાલન કરવામાં આવતું નથી. આથી આજે ઢોર જપ્તી ની કડક કાર્ય વાહી કરવામાં આવી હતી.પરંતુ ઢોર માલિકો એ સ્વેચ્છા એ શહેર ની બહાર પોતાના ઢોર ને મોકલી દેવા ની તૈયારી દર્શાવી હતી, અને પાંચ દિવસ ની મુદત ની માંગ કરી હતી. આથી મહાનગરપાલિકા દ્વારા હાલ પૂરતી ઢોર માલિકો ના ઘરે થી ઢોર પકડવા ની કામગીરી પાંચ દિવસ માટે મુલતવી રાખી છે .જોકે શહેર માં રસ્તે રઝળતા ઢોર ને પકડવા ની કામગીરી રાબેતા મુજબ જ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.આજ ની કામગીરી માં નાયબ મ્યુનિ. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા , અને અધિકારીઓ માં મુકેશ વરણવા , એન આર દીક્ષિત , રાજભા જાડેજા , કટેશિયાભાઈ , સિક્યુરિટી ઓફિસર સુનિલ ભાનુશાળી , મહાનગરપાલિકા નો સિક્યોરિટી સ્ટાફ જોડાયો હતો તેમજ વિશાળ સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *