વોર્ડ નં. 14માં વોર્ડ ઓફિસ ખાતે પહોંચી ફરિયાદોનો રિવ્યૂ લઈ વિસ્તારના લોકો પાસે ફરિયાદનું નિવારણ થાય છે કે કેમ તેનો અભિપ્રાય મેળવ્યો
મહાનગરપાલિકાના નવા કમિશનર તુષાર સુમેરાએ અધિકારીઓના રિપોર્ટના આધારે નહીં પરંતુ લોકોની વચ્ચે જઈને તેમના સુચનો અને ફરિયાદો જાણવા માટેનો નિર્ણય લઈ આજે વોર્ડ નં. 14ની વોર્ડ ઓફિસે પહોંચી અલગ અલગ વિભાગની કામગીરીની માહિતી મેળવી નાગરિકો દ્વારા કરવામાં આવેલ ફરિયાદોનો રેન્ડમલી રિવ્યુ લઈ આ વિસ્તારના રહેવાસીઓ પાસે રૂબરૂ જઈ તેમની ફરિયાદનું નિવારણ કેવી રીતે થાય છે તેનો અભિપ્રાય મેળવી પ્રજાની વચ્ચે જઈ પ્રજાના પ્રશ્ર્નો સાંભળી તેના ત્વરીત ઉકેલ માટેની ખાતરી આપી હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ ચાલી રહેલા નાના મોટા તમામ મોટા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ નિશ્ચિત સમયમર્યાદામાં પરિપૂર્ણ કરવાના હેતુસર તેમજ નાગરિકો દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ સેવા અંગે સંતોષકારક નિરાકરણ કરવામાં આવે તેવા આશય સાથે આજે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ વોર્ડ નં.14ની વોર્ડ ઓફિસ ખાતે વોટર વર્કસ, બાંધકામ, ડ્રેનેજ, રોશની અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની શાખા અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. નાગરિકો દ્વારા કરવામાં આવેલ ફરિયાદોનો અધિકારોઓ પાસેથી રેન્ડમલી રીવ્યુ લેવામાં આવ્યો અને રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ સેવા લગત ફરિયાદ કરેલ રહેવાસીઓ પાસે રૂૂબરૂૂ જઈને ફરિયાદ નિવારણ અંગે માહિતી મેળવી હતી. સાથોસાથ સોરાઠીયાવાડી સર્કલ રી-ડેવલપમેન્ટ અંગે એજન્સીના પ્રતિનિધિ સાથે સ્થળ મુલાકાત કરવામાં આવી.
આજે સવારે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ વોર્ડ નં.14ની વોર્ડ ઓફિસ વોટર વર્કસ, બાંધકામ, ડ્રેનેજ, રોશની અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા લગત કામગીરી અંગે રીવ્યુ મેળવ્યો હતો. વોર્ડના રહેવાસીઓ દ્વારા કરવામાં આવતી ફરિયાદ અંગે અધિકારીઓ-કર્મચારીઓ પાસેથી રિપોર્ટ મેળવી જે નાગરિકની ફરિયાદ સોલ્વ થઇ ગઈ છે તે રહેવાસીના ઘરે જઈને રૂૂબરૂૂ ફરિયાદ નિવારણ અંગે અભિપ્રાય મેળવ્યો હતો. ફીલ્ડ વિઝિટ દરમ્યાન સોરઠીયાવાડી સર્કલ રી-ડેવલપમેન્ટ અંગે એજન્સીના પ્રતિનિધિ સાથે સ્થળ મુલાકાત કરી માહિતી મેળવી હતી. હયાત સોરઠીયાવાડી સર્કલ અને રી-ડેવલપમેન્ટ થયા પછી સોરઠીયાવાડી સર્કલ કેવું લાગશે તે અંગે જાણકારી મેળવી હતી.
શહેરની ફેરણીમાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, સિટી એન્જી.શ્રી અતુલ રાવલ, પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર, મેનેજર નરેન્દ્ર આરદેસણા, પી.એ.(ટેક.) ટુ કમિશનર હિમાંશુ દવે તેમજ વોટર વર્કસ, બાંધકામ, ડ્રેનેજ, રોશની અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા લગત અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.