મુંબઈને મહિલા મેયર મળશે અને કલ્યાણ-ડોંબિવલીમાં ભાજપનો દાવો નબળો પડ્યો

મુંબઈની બીએમસી સહિત અનેક શહેરોમાં મેયર પદ મહિલા, જઈ અને OBC કેટેગરીમાં જતાં સમીકરણો બદલાઈ રહ્યા છે. મહારાષ્ટ્રની મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં મેયરની અનામત લોટરી જાહેર થતાં…

મુંબઈની બીએમસી સહિત અનેક શહેરોમાં મેયર પદ મહિલા, જઈ અને OBC કેટેગરીમાં જતાં સમીકરણો બદલાઈ રહ્યા છે. મહારાષ્ટ્રની મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં મેયરની અનામત લોટરી જાહેર થતાં જ રાજ્યની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મેયરની અનામત લોટરી જાહેર થતાં જ રાજકીય ચર્ચાઓ તેજ બની ગઈ છે. રાજ્યની સૌથી મોટી અને પ્રભાવશાળી મ્યુનિસિપલ કોર્પોરેશન ગણાતી મુંબઈની BMCમાં આ વખતે મેયરનું પદ મહિલા ક્વોટામાં ગયું છે. આ નિર્ણય લોટરી સિસ્ટમ દ્વારા લેવામાં આવ્યો છે, જે શહેરી વિકાસ વિભાગની દેખરેખ હેઠળ યોજાઈ હતી.

મુંબઈની BMC સહિત મહારાષ્ટ્રની કુલ 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં મેયરની ચૂંટણીઓ હવે અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે. કયા શહેરમાં મહિલા મેયર હશે, ક્યાં ઘઇઈ, સામાન્ય વર્ગ અથવા અનુસૂચિત જાતિ (SC/ST)માંથી મેયરની પસંદગી થશે આ બધું લોટરી પ્રક્રિયા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

આ અનામતની જાહેરાત આજે કરવામાં આવી હોવાથી તમામ રાજકીય પક્ષો પોતાની રણનીતિ તૈયાર કરવામાં વ્યસ્ત છે. BMC સહિત તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં મેયરની પસંદગી સીધી જનતા દ્વારા નહીં પરંતુ મ્યુનિસિપલ ગૃહમાં ચૂંટાયેલા કાઉન્સિલરો દ્વારા મતદાનથી કરવામાં આવશે. દરેક શહેરમાં નવા ચૂંટાયેલા કાઉન્સિલરોની ખાસ બેઠક બોલાવવામાં આવશે, જેમાં મેયરની પસંદગી થશે. પરંતુ આ મતદાન પહેલાં, એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા લોટરી સિસ્ટમથી મેયર પદ માટે જાતિ અને વર્ગ નક્કી કરવામાં આવ્યો છે.

જો લોટરીમાં મેયર પદ જઈ અથવા OBC કેટેગરીના પુરુષ કે મહિલા માટે અનામત નક્કી થાય, તો ભાજપ-શિવસેના (શિંદે ગઠબંધન) પાસે યોગ્ય ઉમેદવારો ઉપલબ્ધ છે. જોકે, BMCમાં એક ખાસ સ્થિતિ છે. 227 સભ્યોવાળી BMCમાં ફક્ત બે એસટી કોર્પોરેટરો છે અને બંને શિવસેના (ઞઇઝ) પક્ષના છે. જો લોટરીમાં જઝ કેટેગરી માટે મેયર પદ અનામત રાખવામાં આવે, તો આ બંને ઉમેદવારો મતદાનમાં એકમાત્ર વિકલ્પ બની શકે છે, જે રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ બની જશે.

આ ઉપરાંત, લોટરીના પરિણામો અનુસાર લાતુર, જાલના અને થાણે સહિત 5 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં મેયરની બેઠકો અનુસૂચિત જાતિ (એસસી) ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે. લાતુર અને જાલનામાં ખાસ કરીને જઈ મહિલાઓ માટે મેયર પદ અનામત થયું છે. રાજ્યના મહત્વપૂર્ણ શહેરોમાંથી એક એવા થાણેમાં પણ મેયર પદ જઈ કેટેગરી માટે અનામત રહેતા સ્થાનિક રાજકારણમાં મોટા ફેરફારની શક્યતા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *