મુંબઇ ઇન્ડિયન્સની WPLમાં પ્રથમ જીત, ગુજરાત જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું

  મહિલા પ્રીમિયર લીગ 2025ની પાંચમી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું હતું. નેટ સાયવર બ્રન્ટ, હેલી મેથ્યુઝ અને એમેલિયા કરના દમદાર ઓલરાઉન્ડ…

 

મહિલા પ્રીમિયર લીગ 2025ની પાંચમી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું હતું. નેટ સાયવર બ્રન્ટ, હેલી મેથ્યુઝ અને એમેલિયા કરના દમદાર ઓલરાઉન્ડ પ્રદર્શનના દમ પર મુંબઈ ઈન્ડિયન્સે આસાનીથી ગુજરાત જાયન્ટ્સને હરાવી WPL 2025માં પહેલી જીત નોંધાવી હતી. પોઈન્ટ ટેબલમાં ખાતું ખોલાવ્યું હતું.
WPL 2025ની પોતાની પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને દિલ્હી કેપિટલ્સ સામે હારનો સામનો કરવા પડ્યો હતો. પહેલી મેચની હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સ કેપ્ટન હરમનપ્રીતની આગેવાનીમાં જીત મેળવવા મેદાનમાં ઉતરી હતી. ગુજરાત સામેના મુકાબલામાં મુંબઈએ દમદાર પ્રદર્શન કર્યું હતું અને ગુજરાતને 5 વિકેટથી હરાવ્યું હતું.

વડોદરામાં રમાયેલ WPL 2025ની પાંચમી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. ગુજરાત જાયન્ટ્સ 20 ઓવરમાં માત્ર 120 રન જ કરી શકી હતી અને મુંબઈને જીતવા 121 રનનો ટાર્ગેટ મળ્યો હતો. હેલી મેથ્યુઝે 3 જ્યારે નેટ સાયવર બ્રન્ટ અને એમેલિયા કરે બે-બે વિકેટ લીધી હતી. ગુજરાતની હરલીન દેઓલે સૌથી વધુ 32 રન કર્યા હતા.

121 રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઈ ઈન્ડિયન્સે નેટ સાયવર બ્રન્ટના 39 બોલમાં 57 રનની મદદથી ગુજરાત જાયન્ટ્સને આસાનીથી હરાવી દીધું હતું. બ્રન્ટ સિવાય એમેલિયા કરે 19 અને હેલી મેથ્યુઝે 17 રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાતની કાશવી ગૌતમ અને પ્રિયા મિશ્રાએ બે-બે વિકેટ લીધી હતી.

મુંબઈ ઈન્ડિયન્સે WPL 2025માં ગુજરાત જાયન્ટ્સને હરાવી આ સિઝનની પહેલી જીત હાંસલ કરી હતી. મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં એક જીત અને એક હાર સાથે 2 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. છઈઇ પોઈન્ટ ટેબલમાં બે મેચમાં બે જીત સાથે ટોપ પર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *