મોડેલ અને પૂજાની પુછપરછમાં નવો વળાંક આવતા રહીમને પકડવા પોલીસની ચાર ટીમો કામે લાગી
રહીમની ધરપડક બાદ કોના કહેવાથી અમિત ખૂંટને ફસાવ્યો ષડયંત્ર રચાયું તેનો ખુલાસો થશે
બન્ને એડવોકેટના રિમાન્ડ ના મંજુર થતા જેલ હવાલે કરાયા
રીબડાના અમિત ખુંટ આપઘાત કેસમાં નવો વણાંક આવ્યો છે. અમિતને હનિટ્રેપમાં ફસાવી કાવત્રાના ભાગરૂૂપે તેના વિરૂૂધ્ધ દૂષ્કર્મ અને પોકસો હેઠળ ફરિયાદ નોંધાવાઈ હતી. જેને કારણે અમિત ખુંટે રીબડામાં આવેલી પોતાની વાડીમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ કેસમાં તેના વિરૂૂધ્ધ દૂષ્કર્મની ફરિયાદ નોંધાવનાર સગીર વયની મોડલ અને તેની બહેનપણી અને બે એડવોકેટની પોલીસે ધરપડક કરી પુછપરછ કરતા ષડયંત્ર રચવામાં જેને પોલીસ અત્યાર સુધી એકસ તરીકે દર્શાવતી હતી તે જૂનાગઢના રહીમ મકરાણીનું નામ ખુલ્યું છે..
અમિત ખૂંટ આપઘાત કેસમાં પોલીસે કરેલી તપાસમાં મિસ્ટર ડ નામના વ્યક્તિ સાથે મળી બંને મહિલાઓએ અમિત ખૂંટને ખોટા કેસમાં ફસાવવા કાવતરું રચ્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો સાથે સુસાઇડ નોટમાં લખેલા અક્ષર પણ મૃતકના જ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, રાજકોટની પૂજા રાજગોરના અગાઉ લગ્ન થઈ ચૂક્યા હોય લગ્ન બાદ તેણે પોતાના પતિ સાથે મનમેળ નહી આવતા છૂટાછેડા લઈ લીધા હતા. પૂજા મોડેલિંગના વ્યવસાય સાથે સંકળાયેલી હોય તે 17 વર્ષીય સગીરા સાથે છેલ્લા ચારેક મહિનાથી ઈન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા.
તેમજ બંને રાજકોટની એક હોટલમાં રહેતા હોવાનું પણ સામે આવ્યું છે.પૂજા જૂનાગઢના રહીમ મકરાણી સાથે એક વર્ષથી પરિચયમાં હોય જેથી રહીમ મકરાણીએ જ લાલચ આપી દૂષ્કર્મની ફરિયાદ નોંધાવનાર સગીર વયની મોડલ અને તેની બહેનપણી પુજા ગોરને અમિત ખુંટને રેપના કેસમાં ફસાવવાનું કામ સોંપ્યું હતું. બદલામાં બંનેની લાઈફ સેટ કરી દેવા અને સારી નોકરી અપાવવાની અને મોટી રકમ પણ અપાવવાની ખાત્રી આપી હતી. એટલું જ નહીં બંનેને કપડા પણ લઈ આપ્યા હતા.જેથી સગીર વયની મોડલ અને તેની બહેનપણી પુજા ગોર અમિત ખુંટનો કાવત્રા મુજબ સોશિયલ મીડિયાથી સંપર્ક કર્યા બાદ મિત્રતા અને પ્રેમનું નાટક કરી આખરે તેના વિરૂૂધ્ધ એ-ડિવીઝન પોલીસ મથકમાં દૂષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પરિણામે અમિત ખુંટે બદનામીના ડરથી આત્મહત્યા કરી લીધી હતી.
તેની પાસેથી મળેલી સ્યૂસાઈડ નોટના આધારે ગોંડલ તાલુકા પોલીસે રીબડાના અનિરૂૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદિપસિંહ અનિરૂૂધ્ધસિંહ જાડેજા ઉપરાંત દૂષ્કર્મની ફરિયાદ નોંધાવનાર સગીર વયની મોડલ અને તેની બહેનપણી રાજકોટની પુજા ગોર સામે ગુનો દાખલ કર્યો હતો. બાદમાં સગીર વયની મોડલ અને પુજા ગોરની પોલીસે ધરપકડ કરી હતી. આ બંનેની પુછપરછમાં જૂનાગઢના રહીમ મકરાણીનું નામ ખુલ્યું હતું. જેની હવે પોલીસની જુદી-જુદી ટીમો શોધખોળ કરી રહી છે. તે ઝડપાયા પછી જ તેણે કોના કહેવાથી અમિત ખુંટને ફસાવ્યો તેનો ચોંકાવનારો ખુલાસો થશે. પોલીસ તપાસમાં એવું ખુલ્યું હતું કે દૂષ્કર્મની ફરિયાદ નોંધાવનાર સગીર વયની મોડલ અને તેની બહેનપણીને ફરિયાદ નોંધાવવામાં મદદ કરવા માટે રાજકોટના એડવોકેટ સંજય પંડીત અને ગોંડલના એડવોકેટ દિનેશ પાતરને કામ સોંપાયું હતું. જૂનાગઢના રહીમ મકરાણીને પકડવા માટે રાજકોટ ગ્રામ્ય એલ સી બી,એસઓજી, પેરોલ ફર્લો સ્કોડ અને ગોંડલ તાલુકા પોલીસની જુદી-જુદી ટીમો શોધખોળ કરી રહી છે. રહીમ પકડાયા બાદ તેણે કોના કહેવાથી અમિત ખુંટને ફસાવ્યો તેનો ચોંકાવનારો ખુલાસો થશે.
બન્ને એડવોકેટ રહીમને જાણતા નહિ હોવાની કોર્ટમાં રજૂઆત
પોલીસે આ બંને આરોપી એડવોકેટની પણ ગઈકાલે ધરપકડ કરી હતી. પોલીસે આ બંને આરોપી એડવોકેટને 1ર દિવસની રિમાન્ડની માંગણી સાથે ગોંડલની કોર્ટમાં રજૂ કર્યા હતા. રિમાન્ડ નામંજૂર થતાં જેલહવાલે કરાયા હતા. આરોપી સંજય પંડીતે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે સ્યૂસાઈડ નોટમાં અમારા નામનો ઉલ્લેખ નથી, ફરિયાદ બાદ બંને યુવતીઓએ વકીલ તરીકે અમારો સંપર્ક કર્યો હતો. જેને કારણે અમે માર્ગદર્શન અને સલાહ આપી હતી. આ સ્થિતિમાં પોલીસે અમને સાહેદ બનાવવાના બદલે આરોપી બનાવી દીધા છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ સામેના કેસમાં તેના વિરૂૂધ્ધ વકીલ તરીકે રહેતાં હોવાથી અમને આ કેસમાં ખોટી રીતે ફીટ કરી દેવાયા છે વધુમાં બંને આરોપી એડવોકેટે રહિમ મકરાણીને પોતે જાણતા નથી તેવી લેખિતમાં પણ જાણ કરી હતી.
