ક્રિકેટ લોબીમાં ખેલાડીઓના લગ્નની સીઝન ચાલી રહી છે. કુલદીપ યાદવ બાદ હવે રિંકુસિંહના ઘરે શરણાઈ થોડી મોડી વાગશે. સમાજવાદી પાર્ટી ના સાંસદ પ્રિયા સરોજ અને ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિંકુસિંહના લગ્ન હાલ પૂરતા અટક્યા છે. પ્રિયા પિતા ધારાસભ્ય તુફાની સરોજે જણાવ્યું હતું કે, રિંકુસિંહના પિતાનું નિધન થવાને કારણે લગ્નની હજુ સુધી કોઈ તારીખ નક્કી થઈ નથી.
લગ્નને લઈના તારીખ ફાઈનલ ન હોવાથી હવે ટૂંક સમયમાં બન્નેના પરિવારજનો મળશે અને લગ્નની તારીખ નક્કી કરશે. વિધાનસભાની ચૂંટણી પહેલા જ વર્ષ 2026માં તેઓ પરણી જશે. પ્રિયા સરોજ સમાજવાદી પાર્ટીનાં સાંસદ છે અને રિંકુસિંહના પત્ની છે. બન્નેના લગ્નની છેલ્લા કેટલાક સમયથી ચર્ચા હતી. બન્નેના પરિવારજનોને લગ્નની કોઈ પ્રકારની ઉતાવળ નથી એવું પ્રિયા સરોજના પિતાએ કહ્યું હતું. થોડો સમય પસાર થયા બાદ બન્નેના પરિવારજનો બેસીને લગ્નની તારીખ પર ચર્ચા કરશે. રિંકુસિંહનો પરિવાર જ્યારે ઈચ્છે ત્યારે લગ્નની તારીખ નક્કી કરીને આપી શકે છે.
