દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખા મઢી ખાતે જૂન માસ સુધી ફાયરીંગ પ્રેક્ટીસ યોજાનાર હોવાથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી, ફાયરીંગ બટ વિસ્તારમાં જાહેર જનતાને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જાહેર જનતાની સલામતી માટે દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખામઢી મુકામે આવેલી ફાયરીંગ રેન્જ વિસ્તારમાં તા. 26 જૂન સુધી જાહેર જનતાના પ્રવેશને પ્રતિબંધિત કરવામાં આવી છે. આ જાહેરનામાનો કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ વધુમાં જણાવાયું છે.
