એક દીકરીના પ્રમાણપત્ર માટે મનપામાં માતાઓનો મેળાવડો

રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ સત્રમાં પ્રથમ ધોરણના સત્ર માટે જાહેરાત કરવામાં આવી છે ત્યારે માતાપિતાને ફક્ત એક માત્ર દીકરી હોય તેઓને પ્રવેશમાં અગ્રતા આપવામાં આવી…

રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ સત્રમાં પ્રથમ ધોરણના સત્ર માટે જાહેરાત કરવામાં આવી છે ત્યારે માતાપિતાને ફક્ત એક માત્ર દીકરી હોય તેઓને પ્રવેશમાં અગ્રતા આપવામાં આવી છે જેથી એક માત્ર દીકરી હોય તે અંગેનું પ્રમાણપત્ર મનપાની સેન્ટ્રલજોન કચેરી ખાતેથી આજથી તા. 12 સુધી આપવામાં આવી રહ્યું છે. જેમાં આજે પ્રથમ દિવસે પ્રમાણપત્ર માટે બાળકોને સાથે લઈને માતાઓ સાથેના અરજદારોનો મેળાવડો લાગ્યો હતો. આજથી સર્ટી. આપવાનું શરૂ થતાં આગામી તા. 12-3 સુધી આ પ્રમાણપત્ર મેળવવા માટે દરરોજ મહિલાઓની લાઈનો લાગશે. છતાં મનપાની વેબસાઈટ ઉપરથી પણ આ ફોર્મ ડાઉનલોડ કરી શકાય છે તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. (તસ્વીર : મુકેશ રાઠોડ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *