પુત્રીએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા માતાએ ફીનાઈલ પીધું

પુત્રીને અન્ય યુવક સાથેના સંબંધની જાણ થતા માતાએ માર મારતાં પુત્રીનું કૃત્ય શહેરના બેડીપરા વિસ્તારમાં રિસામણે રહેતી મહિલાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે…

પુત્રીને અન્ય યુવક સાથેના સંબંધની જાણ થતા માતાએ માર મારતાં પુત્રીનું કૃત્ય

શહેરના બેડીપરા વિસ્તારમાં રિસામણે રહેતી મહિલાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે. પુત્રીને અન્ય યુવક સાથે સંબંધ હોવાની જાણ થતાં માતાએ માર માર્યો હતો. જેથી પુત્રીએ બહેનપણી સાથે મળી માતાને વિડિયો વાયરલ કરવાની ધમકી આપતાં આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.

જાણવા મળતી વિગત મુજબ, બેડીપરામાં પટેલ વાડી સામે ત્રણ મહિનાથી રિસામણે રહેતાં વિનાબેન સુનિલભાઈ કવૈયા (ઉ.36) નામના મહિલાએ આજે સવારે ફિનાઈલ પી લેતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં મિનાબેનના લગ્ન 20 વર્ષ પહેલા થયા હોવાનું અને તેમને સંતાનમાં બે પુત્રી છે. તેમાં મોટી પુત્રી દિક્ષીતાને અન્ય યુવક સાથે સંબંધ હોવાની જાણ થઈ જતાં મીનાબેને પુત્રીને માર માર્યો હતો. જેથી પુત્રી દિક્ષીતા અને તેની બહેનપણી પલક મીનાબેનને વિડિયો વાયરલ કરવાની ધમકી આપતાં હોય જેના કારણે તેમણે આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બી-ડીવીઝન પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ મીનાબેનનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *