ગરમી વધતા મચ્છરો પ્રગટ, ડેન્ગ્યુ-મેલેરિયામાં ઉછાળો

ઝાડા-ઉલ્ટી કાબુમાં શરદી-ઉઘરસના 1153 નવા કેસ નોંધાયા, અલગ અલગ વિસ્તારોમાં 968 પાણીના કલોરીન ટેસ્ટ કરાયા મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કામગીરી દરમિયાન આરોગ્યલક્ષી…

ઝાડા-ઉલ્ટી કાબુમાં શરદી-ઉઘરસના 1153 નવા કેસ નોંધાયા, અલગ અલગ વિસ્તારોમાં 968 પાણીના કલોરીન ટેસ્ટ કરાયા

મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કામગીરી દરમિયાન આરોગ્યલક્ષી આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ફરી વખત ગરમી વધતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેના લીધે ડેન્ગ્યુના -2, શરદી-તાવ-ઉઘરસના 1153 અને ઝાડા -ઉલ્ટીના 114 નવા કેસ નોંધાતા સરકારની સુચના અંતર્ગત કોલેરાના કેસ ન થાય તે માટે અલગ અલગ વિસ્તારોમાં પાણીના 968 કોલોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમજ 938 ઘરોમાં ફોગીંગ અને પોરાનાશક કામગીરી હાથ ધરાઇ હતી.

આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.09/02/2026 થી તા.15/02/2026 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 12951 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 938 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.

મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.

મચ્છર જન્ય રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 307 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂ.લ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 123 અને કોર્મશીયલ 23 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *