વોર્ડ નં.2માં 603 મકાનમાં મચ્છરના લારવા, તાવના 53 દર્દી જોવા મળ્યા

ચોમાસાની ઋતુને ઘ્યાને લઇને વાહકજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોગોના નિયંત્રણને અનુલક્ષીને જાહેર આરોગ્યના હિતાર્થે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વન-ડે-વન-વોર્ડ કાર્યક્રમ અંતર્ગત વોર્ડ…

ચોમાસાની ઋતુને ઘ્યાને લઇને વાહકજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોગોના નિયંત્રણને અનુલક્ષીને જાહેર આરોગ્યના હિતાર્થે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વન-ડે-વન-વોર્ડ કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નં. 2 થી વાહક નિયંત્રણની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. પ્રથમ દિવસે વોર્ડ નં.2માં 15 હજારથી વધુ ઘરમાં ચેકિંગ કરાતા 603 ઘરમાં મચ્છરોના લારવા જોવા મળ્યા હતા. જયારે તાવના 53 દર્દી જોવા મળ્યા હતા.

દરરોજ એક-એક વોર્ડમાં આરોગ્ય વિભાગના અધિકારી / કર્મચારીઓ, ફિલ્ડવર્કર, MPHW, અર્બન ASHA ઘરે-ઘરે જઈને વાહક નિયંત્રણની જુદી જુદી પ્રવૃતીઓ કરાવવામાં આવી રહી છે. આ ઝુબેશ હેઠળ વોર્ડમાં ઘરોની મુલાકાત લઇ ઘરમાં તથા તેની આસપાસ રહેલ પીવાના તથા વ5રાશના પાણીના પાત્રો, ટાંકા, ટાંકી, છોડના કુંડા, 5ક્ષીકુંજ વગેરે જેવી જગ્યા તપાસીને દવા નાખવાની કામગીરી કરવામાં આવેલ તથા આવી જગ્યાઓ 5ર પાણી સંગ્રહિત ન રહે તે માટે લોકોને આરોગ્ય શિક્ષણ આ5વામાં આવે છે. રહેણાંકની સાથે વોર્ડમાં આવતી શાળાઓ, હોસ્પિટલ, બાંઘકામ સાઇટ, સેલર, હોટલ જેવા કોમર્શીયલ અને જાહેર સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ અને આરોગ્ય શિક્ષણની કામગીરી કરવામા આવે છે.

નાના મોટા ખાડા ખાબોચીયામાં મચ્છર ઉત્પતિ અટકાવવા માટે મોસ્કયુટો લાર્વીસિડિલ ઓઇલ / દવા નાખવાની કામગીરી કરવામાં આવેલ. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનીયા વિષયક માહિતી આ5તી પત્રીકા વિતરણની કામગીરી કરાવવામાં આવેલ. દરમિયાન વોર્ડ નં.2 માં 15,552 ઘરની મુલાકાત લઇ 71,276 પાત્રો ચકાસવામાં આવેલ છે. જેમાંથી 603 ઘરમાં પોરા જોવા મળતા તેનો નાશ કરવામાં આવેલ છે. 214 બિનરહેણાંક એકમોની તપાસ કરવામાં આવેલ છે તથા મચ્છર ઉત્પતિ સબબ 144 આસામીઓને નોટીસ આ5વામાં આવેલ છે. ફિવર સર્વે દરમ્યાન 53 વ્યકિતઓના લોહીના નમુના લેવામાં આવેલ. આ ઝુંબેશ દરમ્યાન લગત વોર્ડમાં વોર્ડ નં. ર ના કોર્પોરેટર દક્ષાબેન નિતિનકુમાર વાઘેલા, કોર્પોરેટર મીનાબા અજયસિંહ જાડેજા, કોર્પોરેટર શૈલેષભાઇ રવજીભાઇ વસાણી, કોર્પોરેટર ઘૈર્યભાઇ મનીષભાઇ પારેખ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *